આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આજે સાંજના સમયે એસઆરપી ગૃપ 12 દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીથી ઘ - 5 સુધી વિશાળ મશાલ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં એસઆરપી ગૃપ 12 ના જવાનો હાથ મશાલ લઈને નીકળતાં ઘ - 5 સુધીના માર્ગ પર અનોખો નજારો જોવા મળ્યો હતો.
સત્યાગ્રહ છાવણી ખાતે એસઆરપી ગૃપના જવાનોને જોઇને લોકો અચંબામાં પડ્યા
SRP ( સ્ટેટ રિઝર્વ પોલીસ) નું નામ આવે એટલે સામાન્ય લોકોમાં એવી છાપ હોય છે કે કોઈ જગ્યા ધમાલ કે બંદોબસ્ત હશે એટલે SRP જવાનો આવ્યા હશે. પરંતુ આજે સાંજના એસઆરપી જવાનો ભરેલી ગાડીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચી હતી. એક પછી એક ગાડીઓમાંથી એસઆરપીના જવાનો ગાડીમાંથી નીચે ઉતરતા એક સમયે આસપાસના લોકો બે ઘડી માટે અચંબામાં મુકાઈ ગયા હતા.
હર ઘર તિરંગા યાત્રા અભિયાન અન્વયે મશાલ યાત્રા યોજી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા અભિયાન અનુસંધાને આજે એસઆરપી ગૃપ 12 ના જવાનોએ મશાલ યાત્રા અત્રેથી યોજવામાં આવી હતી. એસઆરપીના જવાનો દ્વારા દેશ ભક્તિના સંગીતના સૂરો સાથે માર્ગ પર મશાલ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ઘ માર્ગ પર અનોખો નજારો જોવા મળ્યો હતો. ઘ માર્ગ ઉપર એસઆરપીના જવાનોને શિસ્તબદ્ધ રીતે હાથમાં મશાલ લઈને નીકળતાં નીકળીને નગરજનો પણ પ્રોત્સાહિત થયા હતા.
એસઆરપીનાં જવાનોએ નગરજનોને પ્રોત્સાહિત કર્યા
સત્યાગ્રહ છાવણીથી દેશભક્તિના સૂરો સાથે નીકળેલી મશાલ યાત્રા ઘ - 3 સર્કલ થઈ ઘ-4 અંડરબ્રીજ પસાર કરીને ઘ-5 સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. અહીં પણ એસઆરપીનાં જવાનોએ દેશભક્તિનાં સૂરો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરી નગરજનોને પ્રોત્સાહિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.