જાહેરાત:ધો-12 સામાન્યની 14મીથી શાળામાંથી માર્કશીટ મળશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રવિવારે માર્કશીટ પહોંચતી કરી દેવાશે

શિક્ષણ બોર્ડે પ્રસિદ્ધ કરેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ વિદ્યાર્થીઓને 14મી, મંગળવારે શાળામાંથી આપવામાં આવશે. ઉપરાંત જિલ્લાઓના વિતરણ કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓની માર્કશીટ 12મી, રવિવારે પહોંચતી કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરીને માર્કશીટ પછી આપવાની વાત કરી હતી. આથી નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે વિદ્યાર્થીઓને માર્કશીટ મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરાયુ હતું. આથી પરિણામની માર્કશીટ 14મી, મંગળવારના રોજ વિદ્યાર્થીઓને શાળાઓમાંથી મળી રહેશે. તેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાઓની શાળાઓમાં માર્કશીટ 12મી, રવિવારે પહોંચતી કરવાનું આયોજન શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ઉભા કરાયેલા જિલ્લા વિતરણ કેન્દ્ર ખાતે 12મી, રવિવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ મોકલી અપાશે. ત્યાંથી શાળાના કર્મચારીએ 13મી, સોમવારે સવારે 10થી સાંજે 4 કલાકે માર્કશીટ મેળવી લેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...