ઉજવણી:આજથી 5 દિવસ સુધી બજારો સૂમસામ, શહેર અડધું ખાલી!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક લોકો પર્વ ઉજવવા વતન જતા હોય છે

પાટનગરમાં લોકોએ ધામધૂમથી દિવાળીનો પર્વ ઉજવ્યો હતો. ત્યારે આજે બેસતુ વર્ષ અને આવતીકાલે ભાઈબીજનો તહેવાર પણ ધામધૂમથી ઉજવાશે. પરંપરા મુજબ આજે સવારે મૂહૂર્ત બાદ શહેરના મોટાભાગના બજારો લાંભ પાંચમ સુધી બંધ રહેશે. જેને પગલે આજથી પાંચ દિવસ સુધી પાટનગરના મોટાભાગના બજારો સુમસાન થઈ જશે. બીજી તરફ ગાંધીનગરમાં વસતા અનેક પરિવારોએ વતન તરફ દોટ મુકી છે.

તેમાં પણ સરકારી કચેરીઓમાં ત્રણ દિવસની રજાને પગલે મોટાભાગના પરિવારો વતન પહોંચ્યા છે. જેને પગલે પણ શહેરના અનેક વિસ્તારો ત્રણ દિવસ સુમસાન થઈ જશે. શહેરના બજારોમાં પણ દૂધ-શાકભાજી, મેડિકલ સિવાયની મોટાભાગની દૂકાનો બંધ રહેતાં બજારો પણ ખાલી-ખાલી નજરે પડશે. જેને પગલે એંકદરે શહેર અને શહેરના બજારો સુમસાન જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...