ટિકિટ:75 વર્ષના નેતાને ટિકિટ નહીં આપવાના નિર્ણય બાદ ઘણા કપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપમાં ટિકિટના અમૃતથી ‘આઝાદી’નો ઉત્સવ

દેશની સ્વતંત્રતાના 75 વર્ષ થયા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. બીજી તરફ ભાજપ આઝાદીની સાથે જન્મેલા એટલે કે 75 વર્ષની વયે પહોંચેલા નેતાઓને હવે સક્રિય રાજકારણમાંથી આઝાદ કરી રહ્યો છે. 75 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના ભાજપના નિર્ણયના પગલે ભાજપના હાલના 11 ધારાસભ્યોને ફરી ટિકિટ મળવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા હજારોની સંખ્યામાં દાવેદારી નોંધાઇ છે.

બીજીતરફ ભાજપે બે ખાસ ક્રાઇટેરીયા નક્કી કર્યા છે. જે મુજબ કોઇપણ નેતાના પુત્ર, પુત્રી કે અન્ય કોઇપણ સગાને ટિકિટ અપાશે નહીં તેમજ 75 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને પણ ટિકિટ નહીં અપાય. ભાજપના આ નિર્ણયના પગલે ભાજપના અનેક નેતાઓ અને ખાસ તો વર્તમાન ધારાસભ્યોને પણ સીધી અસર પડશે. ભાજપમાંથી ચૂંટાઇ આવેલા 5 ધારાસભ્યો 75 વર્ષે કે તેથી વધુની વય ધરાવે છે. જેનો મતલબ એ છે કે આ તમામ ધારાસભ્યોને ટિકિટ મળી શકશે નહીં. એટલું જ નહીં ભાજપના બીજા નિયમ મુજબ તેઓ પોતાના પુત્ર કે અન્ય સગા માટે પણ ટિકિટનો આગ્રહ રાખી શકતા નથી. જેથી તેમની રાજકીય કારકિર્દી હવે પૂર્ણ વિરામ તરફ છે તેવું કહી શકાય.

ભાજપના વર્તમાન ધારાસભ્યો પૈકી 6 ધારાસભ્યો 71થી 74 વર્ષની વય ધરાવે છે. જેનો મતલબ છે કે તેઓ પણ 75 વર્ષની નજીક છે. આવા ધારાસભ્યોને પણ વ્યક્તિગત કિસ્સા બાદ કરતા ટિકિટ અપાય તેવી સંભાવના દેખાતી નથી. વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબહેન આચાર્ય પણ 75 વર્ષની વયના હોવાથી વયસ્કોની યાદીમાં છે જેથી તેમની ટીકિટ કપાવાના પણ અણસાર છે.

નેતાઓ પોતાના પુત્ર-પુત્રી કે અન્ય સગાં માટે પણ ટિકિટનો આગ્રહ નહીં કરી શકે

ભાજપના આ ધારાસભ્યો 75 કે તેથી વધુ વર્ષના

નામબેઠકવય
વલ્લભ કાકડીયાબાપુનગર78 વર્ષ
ધનજી પટેલવઢવાણ75 વર્ષ
યોગેશ પટેલમાંજલપુર76 વર્ષ
જીતેન્દ્ર સુખડીયાસયાજીગંજ76 વર્ષ
ડો.નીમાબેન આચાર્યભુજ75 વર્ષ

​​​​​​​

આ ધારાસભ્યો 71થી 74 વર્ષની વયના

નામબેઠકવય
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાધોળકા72 વર્ષ
ગોવિંદ પટેલરાજકોટ દક્ષિણ73 વર્ષ
બાબુભાઇ પટેલદશક્રોઇ74 વર્ષ
જેઠાભાઇ ભરવાડશહેરા72 વર્ષ
શંભુજી ઠાકોરગાંધીનગર દક્ષિણ72 વર્ષ
કનુ દેસાઇપારડી71 વર્ષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...