તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કલોલ તાલુકાના અનેક ગામડાં આગામી દિવસોમાં સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામોના અગ્રણીઓ સાથે બેઠક કરી સોલાર રૂફ ટોપ યોજનાની જાણકારી અપાઈ
  • ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી વિસ્તાર જેવી સુવિધા ઊભી કરાશે : ગામડાઓમાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયત

જિલ્લાના કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી ઝળહળતા કરવા માટે સોલાર રૂફ ટોપ યોજનાની માહિતી ગામના અગ્રણીઓને આપવામાં આવી હતી. ઉપરાંત આ પ્રસંગે દસેક વ્યક્તિઓએ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી હતી. સોલાર રૂફ ટોપ યોજનામાં રાજ્ય અગ્રસેર છે ત્યારે આગામી દિવસોમાંકલોલના અનેક ગામડા સૌર ઉર્જાથી ઝળહળી ઉઠશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારના લોકો વધુને વધુ સૌર ઉર્જાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યની રાહબરી હેઠળ યુજીવીસીએલના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે બેઠક યોજીને સોલાર રૂફ ટોપ યોજનાની માહિતી આપી હતી.

કલોલના નારદીપુર, પાનસર, સાંતેજ, વડસર, સોજા, બાલવા, શેરીસા, મોટીભોંયણ, પલિયડ, ગોલથરા, નાદરી, ધાનોટ, બિલેશ્વરપુરા, આમજા સહિતના ગામોના સરપંચો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ગામના લોકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સોલાર રૂફ ટોપ યોજનાની જાણકારી આપીને તેને અપનાવવાથી કેવા ફાયદા થાય તેની માહિતી આપી હતી. રાજ્યના શહેરી વિસ્તારોમાં અનેક લોકો રૂફ ટોપ યોજનાની અમલવારી થઈ છે.

ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી વિસ્તાર જેવી સુવિધા ઉભી કરીને ગામડાઓમાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. વીજબીલમાં મળતી રાહતનો લોકોને લાભ આપવા રહેણાંક ક્ષેત્રે સોલાર રૂફ ટોપ યોજનાનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ 5મી, ઓગસ્ટ-2019થી સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રૂફ ટોપ યોજનાથી દેશભરમાં રાજ્ય પ્રથમ નંબરે છે.

આ યોજના અંતર્ગત રહેણાંક હેતુના 198163 વીજ ગ્રાહકોને ત્યાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાડાઈ છે. જેનાથી કુલ 757.90 મેગાવોટ વીજ એકત્રિત કરાય છે અને તેના દ્વારા લોકોને તેનો લાભ મળી શકે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...