અક્ષયતૃતિયા જવેલર્સોને ફળ્યું:2 વર્ષના મંદીના માર બાદ આ વખતે સોના-ચાંદીની ખરીદી થતાં અનેક વેપારીઓને આર્થિક રાહત મળી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નસરાની 60% ઘરાકી
  • અખાત્રીજ નિમિત્તે સોનાની 30 ટકા અને ચાંદીની 30 ટકા ખરીદી નીકળી

છેલ્લા બે વર્ષની મંદીનો માર દુર થયો હોય તેમ અક્ષયતૃત્તીયા જવેલર્સના વેપારીઓને લક્ષ્મી વર્ષા કરાવી છે. અખાત્રીજ નિમિત્તે જિલ્લામાં સોના અને ચાંદીના ઘરેણાંનું 60 ટકા વેચાણ થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. તેમાં મોટાભાગની ખરીદી લગ્નસરાની રહેવા

પામી હતી. છેલ્લા બે વર્ષના આર્થિક માર વચ્ચે હાલમાં કોરોનાની મંદીમાં જવેલર્સના વેપારીઓને તેજી જોવા મળી રહી છે. જોકે ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં લગ્ન સીઝન સારી રહી હતી. ત્યારબાદ અખાત્રીજ પછી ઉનાળાની સીઝનમાં લગ્નસીઝન પણ સોના ચાંદીના વેપારીઓ માટે સારી રહેશે. તેમ અક્ષયતૃત્તીયા દિવસે થયેલા સોના ચાંદીની ખરીદી પરથી લાગી રહ્યું હોવાનું છેલ્લા ચાર દાયકાથી સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી જીજ્ઞેશભાઇ સોનીએ જણાવ્યું છે. જોકે હિન્દુશાસ્ત્રો મુજબ અખાત્રીજને વણજોયુ મુર્હત ગણાયુ છે.

આ દિવસે સોના કે ચાંદીની વસ્તુની ખરીદી કરવી શુભ મનાય છે. આથી લગ્નના સોના ચાંદીના દાગીના ઓર્ડરની ડિલેવરી પણ અખાત્રીજે લીધી હતી. જિલ્લા જવેલર્સ એસો.ના પ્રમુખ અલ્કેશભાઇ સોનીએ જણાવ્યું છે કે અખાત્રીજ નિમિત્તે સોનાની 30 ટકા અને ચાંદીની 30 ટકા ખરીદી નિકળી છે. આથી સોના ચાંદીની 60 ટકા ખરીદીથી આગામી સમય સારો રહેશે.

ગત વર્ષ કરતા સોના-ચાંદીના ભાવ વધારે
ગત વર્ષે અક્ષયતૃત્તીયાએ પ્રતિ તોલા સોનાનો ભાવ 48000ની સામે હાલમાં પ્રતિ તોલા સોનાનો ભાવ 52500નો છે. જ્યારે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 61000ની સામે હાલમાં 63000નો ભાવ છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો હોવા છતાં લોકોએ મન મૂકીને સોના અને ચાંદીની ખરીદી કરી હોવાનું વેપારી અલ્કેશભાઇ સોનીએ જણાવ્યું છે.

2021-22માં કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટલ વિભાગ અને નેશનલાઇઝ બેન્કના માધ્યમથી ગોલ્ડ બોન્ડનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ 2022-23માં ગોલ્ડ બોન્ડનું વેચાણ શરૂ કરવામાં આવ્યું નથી. આથી અખાત્રીજ નિમિત્તે સોના ચાંદીના દાગીના, લગડી, વીંટી, દોરો, પાયલ, કડલી સહિતની ખરીદી લોકોએ કરી છે.

પેટ્રોલના ભાવની સદી છતાં જિલ્લામાં અખાત્રીજે 7.77 કરોડનાં વાહનો વેચાયાં
​​​​​​​અખાત્રીજના દિવસનો પણ મહિમા અનેરો હોય છે. ખેડૂતો આજે પોતાના ખેતરમા હળ જોડીને પૂજા કરતા હોય છે. સાથે સાથે ઘરમા નવી વસ્તુની ખરીદી કરવી પણ શુભ માનવામા આવે છે. ત્યારે પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ગાંધીનગર જિલ્લામા એક જ દિવસમા 7.77 કરોડના 400 વાહનો વેચાયા હતા.

અખાત્રીજના દિવસે ગાંધીનગર જિલ્લામા એક દિવસમા 400 વાહનોનુ વેચાણ થયુ હતુ. જેમા ટુ વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલરનો સમાવેશ થયો હતો. શુભ દિવસે ખાસ કરીને ટુ વ્હીલરનુ બમ્પર વેચાણ સામે આવ્યુ હતુ. તમામ કંપનીના બાઇક, મોપેડ અને ઇલેક્ટ્રીક સહિત 2.52 લાખની કિંમતના 315 ટુ વ્હીલરનુ વેચાણ થવા પામ્યુ હતુ. જ્યારે તમામ કંપનીની 75 કારનુ વેચાણ વધારે સામે આવ્યુ હતુ, જેમા મારૂતિ અને હ્યુંડાઇ કંપનીની કારનુ વધારે વેચાણ થયુ હતુ. તેની સાથે મહિન્દ્રા, ટાટા, ટોયોટા, ફોર્ડ, એમજી સહિતની કારનુ વેચાણ થયુ હતુ. તે ઉપરાંત થ્રી વ્હીલરમા બજાજ રીક્ષા સહિત કુલ 10 રીક્ષાનુ વેચાણ થયુ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...