તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:રજિસ્ટ્રેશન બાદ પણ શિડ્યુયલનો મેસેજ ન મળતાં અનેક લોકો વેક્સિનથી વંચિત

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સે-26 ખાતે સેન્ટર ન હોવા છતાં અનેક લોકોને મેસેજ મળતાં ધક્કો પડ્યો

કોરોના કાળમાં એ સમય એવો હતો કે લોકોને રસી લેવા માટે સજાવવા જવું પડતું હતું. જોકે કેસો વધતાં અને રસી લીધેલા લોકોને જોતા હવે કોરોનાની વેક્સિન લેવા માટે લોકો મથી રહ્યાં છે. તેમાં પણ 18 વર્ષથી વધુ વયના નાગરિકો માટે વેક્સિનેશન શરૂ થતાં રસીનો જથ્થો ખૂટી પડે તેવી સ્થિતિ છે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ ગાંધીનગર મનપા વિસ્તારમાં 10 સ્થળે વેક્સિનેશન શરૂ કરાયું છે. જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. જોકે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ અનેક લોકો વેક્સિનથી વંચિત છે. કારણ કે લોકોને સક્સેસફૂલ રજિસ્ટ્રેશનના મેસેજ તો મળી ગયા છે પરંતુ ક્યા સમયે ક્યા રસી લેવાની છે તે અંગે હજુ સુધી કોઈ મેસેજ મળ્યા નથી.

જેને પગલે તેઓને સેન્ટરના દરવાજાની બહારથી જ એન્ટ્રી અપાતી નથી. કારણ કે, મોબાઇલમાં સિડ્યુલનો મેસેજ આવે તો જ તમને એન્ટ્રી અપાય છે. ઘણા બધા લોકો અજાણ હોવાથી અપૂરતી માહિતીના કારણે ધક્કા ખાવા પડ્યા હતા. આ બધા વચ્ચે સેક્ટર-26 પોલિટેક્નિક કોલેજ ખાતે કોઈ સેન્ટર ન હોવા છતાં અનેક લોકોને અહીં પહોંચી જવા મેસેજ મળ્યા હતા. જેને પગલે સવારે વેક્સિન લેવા માટે લોકો પહોંચ્યા ત્યારે સેન્ટર જ હોવાથી ધક્કો ખાવો પડ્યો હતો.

ગામડાઓમાં હજુ રસીકરણ શરૂ થયું નથી
1 મેથી 18 વર્ષથી વધુવયના લોકો માટે રસીકરણ શરૂ નહીં થાય તેવી વાતો વચ્ચે છેલ્લે-છેલ્લે મુખ્યમંત્રીએ વધુ સંક્રમણવા વાળા 10 જિલ્લામાં રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જાહેરાતમાં ગાંધીનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો હતો પરંતુ અહીં માત્ર મનપા વિસ્તારમાં જ રસીકરણ શરૂ કરાયું છે. ત્યારે શહેર જેટલાં સંક્રમણનો વચ્ચે જીવી રહેલા ગામડાઓમાં રસીકરણ ક્યારે શરૂ થશે તે એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો