પરિવારવાદ:ભાજપ-કોંગ્રેસ બંને પક્ષમાં સ્વજનોને ટિકિટ નહીં મળવાથી ઘણાં નેતાઓ નારાજ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પરિવારવાદ; નેતાઓનાં 34 સગાંને ટિકિટ
  • પરિવારવાદની જંજાળમાં ફસાઈ બંને પાર્ટી, પરિવારના રાજકારણી મોભી નિવૃત્ત થતાં પુત્ર-પુત્રી, પત્ની, ભાઈ, ભત્રીજા, પુત્રવધૂ સહિતનાને ટિકિટ
  • જેમાં 22 સગાં ભાજપ નેતાના, 12 સગાં કોંગ્રેસના)

ભારતના રાજકારણમાં પરિવારવાદની ચર્ચા ખૂબ ચાલે છે, ઘણી પાર્ટીઓ તો માત્રને માત્ર તેના મોભી પરિવાર અને તેના વારસદારોથી જ ચાલે છે. શાસકપક્ષ ભાજપ આ મુદ્દે વારંવાર પોતાના હરીફ રાજકીય પક્ષ પર પ્રહાર કરે છે. છતાં પરિવારવાદથી ભાજપ પણ અળગો રહ્યો નથી. ના-ના કરતાં પણ ભાજપે 22 એવાં ઉમેદવારો ઉતાર્યાં છે કે જેમના પરિવારના મોભી રાજકારણમાં હતા અને તેમને કારણે જ તેઓ પણ વારસાઇ લઇને આવ્યા હોય તેમ હવે રાજકારણમાં છે.

જયેશ રાદડિયા, જવાહર ચાવડા સહિતના ભાજપના ઉમેદવારો એવા છે જેમના પિતા કોંગ્રેસમાં પીઢ રાજકારણી હતા અને તેમના પગલે ચાલીને તેઓ રાજકારણમાં આવ્યા અને ભાજપમાં જોડાઇને ધારાસભ્ય પણ બન્યા. ગુજરાત ભાજપે જે-તે વિસ્તારમાં અમુક પરિવારનું વર્ચસ્વ જોઇને જ આ ટિકિટો આપી છે.

ભાજપના સૂત્રો જણાવે છે કે અમુક નેતાઓને તેમના પરિવારજનો માટે ટિકિટ માંગવામાં આવી ત્યારે સ્પષ્ટ ના કહી દેવાઇ, પરંતુ તેની પાછળ એવું કારણ આગળ ધરાય છે કે તેમાંના ઘણાં અગાઉ ચૂંટણી લડી ચૂક્યા હોવાથી તેમને પરિવારવાદને કારણે ટિકિટ મળી તેમ ન કહેવાય. જો કે જેમને પરિવારજનો માટે ટિકિટ માંગવાની મનાઈ ફરમાવાઇ હતી, તેઓ નારાજ છે.

આ તરફ કોંગ્રેસમાં પણ 12 એવાં ઉમેદવારો છે જેઓ સીધા જ પારિવારિક પરંપરાને અનુસરીને રાજકારણમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે અમારી પાર્ટીમાં પરિવારની વ્યક્તિને ટિકિટ આપવામાં છોછ નથી તેથી કોઇ આશ્ચર્ય નથી.

ભાજપમાં ઉમેદવાર પસંદ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જ્યારે ચૂંટણી પસંદગી સમિતિની બેઠક ચાલતી હતી, ત્યારે પાર્ટીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પુત્રી માટે ટિકિટ માંગી તે વખતે તેમની પાસે જાહેર કરાવ્યું હતું કે પાર્ટી કોઇપણ નેતાના પરિવારના સભ્યને ટિકિટ નહીં આપે.

ભાજપ, કોંગ્રેસ બન્નેએ જૂની પરંપરા અનુસાર મોટી વોટ બેન્ક પર કબજો ધરાવતા રાજકીય પરિવારોને ટિકિટ આપી, રાજ્યભરમાં આ ટ્રેન્ડ

ભાજપના સ્ટાર સંતાન | મંત્રીના ભાઈ, સંઘ કાર્યકરના પુત્ર, પૂર્વ મંત્રીના પુત્ર તથા કૌટુંબિક ભાભીને પણ ટિકિટ મળી

પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર રીટા પટેલ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલનાં કૌટુંબિક ભાભી કનુ પટેલ પૂર્વ ધારાસભ્ય કમશી મકવાણાના પુત્ર પાયલ કુકરાણી કોર્પોરેટર રેશમા કુકરાણીનાં પુત્રી કંચન રાદડીયા પૂર્વ કોર્પોરેટર વિનુ રાદડીયાનાં પત્ની ભૂષણ ભટ્ટ પૂર્વ મંત્રી અશોક ભટ્ટના પુત્ર કિરિટસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય જીતુભા રાણા ડો. દર્શિતા શાહ રા. સ્વ. સંઘના નેતા ડો. પીવી દોશીના પૌત્રી ભાનુ બાબરીયા ભૂતપૂર્વ ધારાસભ્ય માધુ બાબરીયાના પુત્રવધૂ ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની જયેશ રાદડીયા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય પેથલજી ચાવડાના પુત્ર માનસિંહ પરમાર સોમનાથ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના ભત્રીજા સેજલ પંડ્યા ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાનાં પત્ની ચૈતન્ય દેસાઇ RSS અને જનસંઘના નેતા મકરંદ દેસાઇના પુત્ર દર્શના દેશમુખ નાંદોદ ભરૂચના સાંસદ ચંદુ દેશમુખનાં પુત્રી યોગેન્દ્ર પરમાર પૂર્વ MLA-gcmmf ચેરમેન રામસિંહ પરમારના પુત્ર શૈલેશ ભાભોર પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત ભાભોરના ભાઇ રાજેન્દ્ર રાઠવા છોટા ઉદેપુર- મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેશ ઝાલા કપડવંજ- કઠલાલના પૂર્વ MLAમગન ઝાલાના પુત્ર હિતેશ વસાવા દેવજી વસાવાના પુત્ર, btpમાંથી ભાજપમાં જોડાયેલા ઇશ્વરસિંહ પટેલ અંકલેશ્વર - પૂર્વ ધારાસભ્ય ઠાકોરભાઈ પટેલના પુત્ર

કોંગ્રેસના સ્ટાર સંતાન | પૂર્વ સીએમના 2 પુત્રને ટિકિટ

શૈલેશ પરમાર પૂર્વ મંત્રી મનુભાઇ પરમારના પુત્ર અમિત ચાવડા પૂર્વ કોંગ્રેસી નેતા ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર, માધવસિંહ સોલંકીના ભત્રીજા ભચુ આરેઠીયા ભૂતપૂર્વ MLA સંતોકબેનને બદલે પતિને ટિકિટ સંજય રબારી પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર અમરત ઠાકોર કાંકરેજ - જગદીશ ઠાકોરના ભાઇ તુષાર ચૌધરી ખેડબ્રહ્મા- પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ - પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર કલ્પના મકવાણા લિંબડી- સવશી મકવાણાની પુત્રી ઋત્વિક મકવાણા ચોટીલા- સવશી મકવાણાના પુત્ર સ્નેહલતા ખાંટ મોરવા હડફ- પૂર્વ MLA સવિતા ખાંટના પુત્રવધુ અમી રાવત સયાજીગંજ- કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતનાં પત્ની જયશ્રી પટેલ પૂર્વ ધારાસભ્યના પુત્રી

આનંદીબેનનાં પુત્રીનું નામ પણ ખૂબ ચગાવાયું હતું
પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલનું નામ ભાજપમાંથી જ ચગાવાયું હતું અને તેઓ વિજાપુર, સાબરમતી, ઘાટલોડીયા, પાટણ, માંજલપુર સહિતની બેઠકો માટે દાવેદાર હોય તેવી ચર્ચા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...