તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શહેરમાં જનસેવા કેન્દ્રના કામ માટે તાપમાં શેકાતા અનેક અરજદારો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના વધેલા કેસોથી લાંબા સમયથી બંધ જિલ્લાના જનસેવા કેન્દ્રો થોડા દિવસથી શરૂ થયા છે. ત્યારે કલેક્ટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પણ અરજદારોનો ધસારો રહે છે. જેના કારણે અરજદારોને તાપમાં શેકાવાનો વારો આવ્યો છે.

જિલ્લાના જનસેવા કેન્દ્રો થોડા દિવસથી શરૂ થયા છે. ત્યારે કલેક્ટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પણ અરજદારોનો ધસારો રહે છે. જનસેવા કેન્દ્રમાં એક જ સ્થળે વિવિધ નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં સોલવન્સી સર્ટીફીકેટ, આવક અંગેનું પ્રમાણપત્ર, ર્નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર, રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર, ડોમીસાઈલ સર્ટીફીકેટ, વારસાઈ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા અરજદારો આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં આવતા નાગરિકોને અહીં ગરમીમાં શેકાવું પડે છે. કોરોનાના કેસો ઘટતા જનસેવા કેન્દ્રમાં બંધ કરાયેલી એન્ટ્રી ફરી ચાલું કરવા માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...