કાર્યવાહી:માણસા સ્વામિનારાયણ શેરીમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઇટાદરા ચોકડી પાસેથી ઝડપી લીધા

માણસામાં આવેલ સ્વામિનારાયણ શેરીમાં રહેતો એક પરિવાર 2 દિવસ અગાઉ પોતાનું મકાન બંધ કરી બહારગામ ગયો હતો. ત્યારે રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ પોણા બે લાખ જેટલી મત્તાની ચોરી કરી ભાગી છૂટયા હતા. જે બાબતે ગુનો નોંધાયા બાદ માણસા પોલીસે તપાસ તેજ કરી બાતમી આધારે ચોરીને અંજામ આપનાર ત્રણ તસ્કરોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસાના જુના મુખ્ય બજારમાં સ્વામિનારાયણ શેરીમાં રહેતા કેશરસિંહ ભૈરવસિંહ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે બે દિવસ અગાઉ તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રીના કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઈસમો અહીં આવ્યા હતા. મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી ઘરમાં મૂકવામાં આવેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 173920ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે બાબતે મકાનમાલિકને જાણ થતા તેમણે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હગતી.

અન્ય સમાચારો પણ છે...