તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:માણસાનાં સીડ્સ કંપનીના માલિકને મિટિંગ કરવાનું કહી બંદૂકથી ઉડાવી દેવાની અને ફેક્ટરીઓ સળગાવી નાખવાની ધમકી અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીટીંગ ના કરે તો ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપી
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર જિલ્લાના માણસા જીઆઈડીસી માં આવેલ અવની સીડ્સ કંપનીના માલિકને મિટિંગ નહીં કરે તો બંદૂકથી ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી બન્ને ફેક્ટરી સળગાવી નાખવાની ધમકી આપનાર માણસા નાં માથાભારે શખ્સ ભરત ઠાકોર ઉર્ફે ડીંગરી અને તેના બે સાગરિતો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદના થલતેજ દેવાંશ બંગલોમાં રહેતા 67 વર્ષીય અંબાલાલ મફતલાલ પટેલ ગાંધીનગરનાં માણસા જીઆઇડીસી માં અવની સીડ્સ કંપની લિમિટેડ ના નામે બિયારણનો ધંધો કરી રહ્યા છે. જેમની કંપનીનો સમગ્ર વહીવટ નીમેષ પટેલ કરે છે. છેલ્લા ઘણા સમયથી માણસાનો માથાભારે શખ્સ ભરત ઠાકોર ઉર્ફે ડીંગરી અને તેના બે સાગરિતો નીમેષને કંપની પર આવી અંબાલાલ સાથે મિટિંગ કરવા ધાક ધમકીઓ આપવામાં આવી રહી હતી.

થોડા દિવસો અગાઉ પણ ઉક્ત માથા ભારે શખ્સો અંબાલાલ પટેલ સાથે મિટિંગ કરવા માટે ગયા હતા જ્યાં તેઓએ નીમેષને ધમકી આપી હતી કે તારા શેઠને કહે જે કે તાત્કાલિક મારી સાથે મિટિંગ કરે નહીં તો પરિણામ સારું નહીં આવે. અમને ઉપરથી ઓર્ડર મળ્યો છે એકાદ જણાને ઉઠાવી લેવાનો. બાદમાં બીજા દિવસે પણ નીમેષને ફોન પર ધમકીઓ આપેલી કે તારો શેઠ મિટિંગ નહીં કરે તો તેના પર ફાયરિંગ કરીશું અને તેમના ઓફિસ - ઘરની તમામ માહિતી અમારી પાસે છે તેવી ધમકી આપી ફોન મૂકી દીધો હતો.

ત્યારે અંબાલાલ પટેલે આ ધમકીઓ ને નજર અંદાજ કરી હતી. પરંતુ ગત તા. 27 મી જુનના રોજ પણ ભરત ઠાકોરે ફોન કરીને નીમેષને ધમકી અપાઈ હતી કે તું બધો વહીવટ કરે છે તું ઘરે જ રહેજે ત્યાં આવીને મારીશું, માણસામાં રહેવાનું ભારે પડી જશે અને તારા શેઠની બન્ને ફેક્ટરીઓ સળગાવી દઈશું. આ સાંભળી નીમેષ પટેલ ગભરાઈ ગયા હતા. જેમણે પોતાના શેઠને અવારનવાર મારી નાખવાની ધમકીઓ મળતી હોવાની વાતથી વાકેફ કર્યા હતા. એવામાં ભરત નો સાગરિત હિમલો નામનો શખ્સ પણ કંપની પર જઈ પોલીસ કેસ પરત ખેંચી લેવાની ધમકીઓ આપવા લાગ્યો હતી. આખરે વયોવૃધ્ધ અંબાલાલ પટેલે ફરિયાદ આપતાં માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...