ગાંધીનગર કોર્પોરેશનના કાયમી સફાઈ કામદારોએ પડતર માંગણીઓના ઉકેલને લઈને મિટિંગ માટે મેયરનો સમય માંગ્યો છે. ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ શાંતાબેન ચાવડાએ મેયરને પત્ર લખ્યો છે.
મેયરને લખાયેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે 2013થી 95 સફાઈ કામદારોને કાયમી ધોરણે લેવાયા હતા. જેઓના પગારમાં સીપીએફના નાણાં કપાય છે પરંતુ આજદીન સુધી કામદારોને એકાઉન્ટ નંબર આપ્યો નથી કે વાર્ષિક અહેવાલ આપેલ નથી.
આ ઉપરાંત સફાઈ કામદારોને રહેવા માટે આવાસો બનાવી આપવા, કામદારોને યુનિફોર્મ, બુટ-ચપ્પલના નાણાં આપવા, કર્મચારીઓને સામાજિક પ્રસંગે રંગમંચ વિનામુલ્યે ફાળવવા સહિતની માંગણીઓ કામદારોની છે. આ સાથે અન્ય નગરપાલિકાની જેમ રહેવા મકાન, સફાઈ કામદારોને સેનેટરી મુકાદમની બઢતી માટે ધોરણ-9 પર બઢતી આપવા ઠરાવ સુધારવા સહિતની માંગણીઓ કામદારોની છે.
બીજી મનપાના એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓને લઈને 66 દિવસથી હડતાળ પર છે. ત્યારે ગુજરાત રાજ્ય અંશકાલીન કર્મચારી મંડળ વડોદરા દ્વારા હડતાળને સમર્થન અપાયું છે. મંડળના ગાંધીનગર જિલ્લા કન્વિનર દિનેશભાઈ સોંલકીએ કહ્યું હતું કે, ‘ખાનગી કરાર પ્રથા બંધ થવી જોઈએ, મનપામાં સ્માર્ટવોચ નહીં સફાઈ માટેના સ્માર્ટ સાધાનોની જરૂરિયાત છે. આ અંગે અમે ધારાસભ્ય સી. જે. ચાવડાને પણ આવેદનપત્ર આપીને વિધાનસભા સત્રમામાં કામદારોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી છે.’ તેમ પણ વધુમાં જણાવ્યુ હતુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.