વિજયયાત્રા:મનપાની પ્રથમ ચૂંટણીમાં 1 બેઠક મેળવી ‘આપ’ પગથિયું ચડ્યો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુષાર પરીખે વોર્ડ નં-6માં ભાજપની પેનલ તોડી

ગાંધીનગર મનપાની પ્રથમ ચૂંટણીમાં જ આમ આદમી પાર્ટી પ્રથમ પગથિયું ચઢ્યું છે. આમ આદમી પાર્ટીના નવા જ અને યુવા ઉમેદવાર તુષાર મણીલાલ પરીખ વોર્ડ ં-6માં ભાજપની પેનલ તોડવામાં સફળ રહ્યાં હતા. આ વોર્ડમાં પુરૂષ ઉમેદવારોમાં તુષાર પરીખ 3974 મત સાથે બીજા નંબરે રહ્યાં છે. આ પછી 3867 ત્રીજા નંબરે આપના જ ઉમેદવાર નગીન નાડિયા રહ્યાં છે. તો ભાજપના ઉમેદવાર મફા દેસાઈ 3715 મતે ચોથા નંબરે રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ ચમનભાઈ વિંઝુડા 3494 મતે ચોથા પાંચમા નંબરે રહ્યાં છે.

પરિણામ જોતા આપના ઉમેદવારે ભાજપને મળનારી બેઠક આંચકી લીધી છે. તો બીજી તરફ આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના સારા દેખાવને પગલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ચમન વિંઝુડા અને પૂર્વ મહિલા કોર્પોરેટર પિન્કીબેન પટેલના પતિ રજનીકાંતભાઈ પટેલને હારનો સામાનો કરવો પડ્યો છે. એકમાત્ર ઉમેદવારની જીતને પગલે આમ આદમી પાર્ટીના દ્વારા તુષાર પરીખને વધાવી લેવામાં આવ્યા હતા. જેને પગલે આપ દ્વારા પોતાના એકમાત્ર વિજેતા ઉમેદવારની વિજયયાત્રા કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...