કાર્યવાહી:હાજર કરતાં વધુ કામદારો બતાવાતાં મનપાના 4 કર્મી સસ્પેન્ડ!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 SI , 2 સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરમાં સફાઈ થતી ન હોવાની અનેક ફરિયાદો વચ્ચે કોર્પોરેશનના 2 સેનિટરી ઈન્સ્પેક્ટર અને 2 સેનિટરી સબ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા છે. ફરિયાદોને પગલે મ્યુનિસિપલ કમિશનર બે દિવસ પહેલાં રાઉન્ડ પર નીકળ્યા હતા. જેમાં બતાવેલી હાજરી સામે ઓછા માણસો હોઈ 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભૂતિયા કામદારો બતાવવાના કૌભાંડમાં એજન્સીનો પણ ખુલાસો પૂછાયો છે. જોકે કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ એવા સેનિટરી ઈન્સ્પેક્ટર રાજન રાણા, તેજસ ઠાકર તથા સેનિટરી સબ ઈન્સ્પેક્ટર હિતેશ ગોહીલ તથા તુષાર ભેંસદડીયાને સસ્પેન્ડ કરી દેવાયા છે.

નાગરિકો તરફથી મળેલી ફરિયાદોને પગલે મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલે સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. રાયસણ, કુડાસણ, સરગાસણ અને અમિયાપુરમાં રજિસ્ટરમાં દર્શાવેલા કામદારો પૈકીના માંડ 20-25 ટકા જ કામદારો હાજર હતા. કમિશનર દ્વારા સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના સુપરવાઈઝર પાસે વિગતો માગી હતી. જેમાં રજિસ્ટરમાં હાજર સફાઈ કામદારોના નામ સાથેની વિગતો મળતાકમિશનરે કર્મચારીઓ ક્યાં કામ કરી રહ્યા છે તેવો સવાલ પૂછ્યો હતો જેમાં કામદારો અંગેની ગરબડ જણાતા આ મામલો બહાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...