તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડના નવીનીકરણની કામગીરી:મનપા દ્વારા નવા ડામર રોડ બનાવવાનું કામ શરૂ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંચદેવ મંદિર પાસેથી કામ શરૂ કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અત્યાર સુધી તંત્ર દ્વારા નાણાં ચૂકવીને રોડના નવીનીકરણની કામગીરી પાટનગર યોજના વિભાગ મારફત કરાવવામાં આવતી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત હવે મહાનગરપાલિકા દ્વારા જ પ્રથમ વાર સેક્ટર-22માં પંચદેવ મંદિર પાસેથી રસ્તાના નવીનીકરણની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

આ કામ અંગે મેયર રીટાબેન પટેલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મેયર દ્વારા અધિકારીઓ સાથે વાતચીત કરવાની સાથે મહાનગર પાલિકા દ્વારા જાતે જ કામ હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે કામની ગુણવત્તા જળવાઇ રહે તે બાબત ખાસ જોવાની સુચના આપી હતી. ડામર રોડના નવીનીકરણની આ કામગીરી ટુંક સમયમાં પૂર્ણ કરાશે તેમ મેયરે જણાવ્યુ હતું. જો કે, પ્રથમ વાર સેક્ટર-22માં પંચદેવ મંદિર પાસેથી રસ્તાના નવીનીકરણની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો