એજન્સીઓના વાંકે GMCને ડામ!:ફીનાઇલ પીનારા સફાઇ કામદારોને મળવા મનપાના અધિકારી-પદાધિકારી કે એજન્સીમાંથી ડોકાયું જ નહીં!

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર સિવિલની બહાર બીજા દિવસે પણ સફાઈ કામદારોના જમાવડો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
ગાંધીનગર સિવિલની બહાર બીજા દિવસે પણ સફાઈ કામદારોના જમાવડો જોવા મળ્યો હતો.
  • સ્માર્ટવોચના પગાર કાપે આંદોલન શરૂ થયું હતું, 150 કામદાર લેવાની વાત હતી

ગાંધીનગર કોર્પોરેશનમાં જ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરનાર ત્રણ સફાઈ કામદારોની હાલત હાલ સ્થિર છે. જોકે મહત્વની વાત તો એ છે કે ઘટના બાદ કોર્પોરેશનના કોઈ અધિકારી કે પદાધિકારી કામદારોના હાલચાલ પૂછવા માટે ડોકાયું નથી. એટલું જ નહીં જે એજન્સીઓ માટે કામદારો કામ કરતાં હતા તેના કોઈ જવાબદાર વ્યક્તિઓએ પણ કામદારોના હાલચાલ પૂછ્યા નથી. ખરેખર તો કામદારો હડતાળ ન કરે અને કામગીરી યોગ્ય ચાલે તે જોવાની જવાબદારી એજન્સીઓની છે.

મનપા દ્વારા સ્માર્ટવોચનો અમલ કર્યા પછી સફાઈ કામદારોનો પ્રશ્નો શરૂ થયા હતા. ડિસેમ્બરની શરૂઆતમાં કપાત અને મોડો પગાર તથા સ્માર્ટવોચ મુદ્દે સફાઈ કામદારોની હડતાળ પાડી હતી. 1 દિવસની રજા સામે 2 દિવસની કપાત, 16 ડિસેમ્બર થવા છતાં પગાર ન થતાં તથા સ્માર્ટવોચ મુદ્દે સફાઈ કામદારોએ હડતાળ પાડી હતી. નિયમ મુજબ પગાર મોડો થવો કે કપાત થવાનો સમગ્ર મુદ્દો એજન્સી અને કામદારો વચ્ચેનો હતો. તંત્ર દ્વારા કામગીરી પ્રમાણે એજન્સીને પૈસા ચૂકવાય છે અને કામગીરી ન થાય તો પેનલ્ટી લેવાય છે.

જરૂરિયાત પ્રમાણે માણસો ઓછા મળતા હોવાને પગલે તંત્ર દ્વારા એક વ્યક્તિ ઓછો હોય તો બે હાજરી કાપી લેવાતી હતી. જે દંડ એજન્સીને કરાયો હતો પરંતુ એજન્સીઓ દ્વારા કામદારોનો પગાર કાપી લેવાતા તેઓના રોષ ફેલાયો હતો અને હડતાળ પર ઉતર્યા હતા. જોકે એજન્સીઓ સાઈડમાં જતી રહેતાં કામદારોના રોષનું ભોગ મનપાને બનવું પડી રહ્યું છે.

ભાજપની કોન્ટ્રાક્ટરને સાચવવાની નિતિથી આંદોલન: અંકિત બારોટ
કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું હતું કે,‘ મેયર અને શહેર ભાજપ પ્રમુખ સસ્તી લોકપ્રિયતા મેળવવા સામે ચાલીને આંદોલનકારીઓ મળવા ગયા હતા અને વચનોની લ્હાણી કરી આવ્યા હતા. ભાજપની બેધારી નીતી એટલે કે કોન્ટ્રાક્ટરને સાચવવા, અધિકારીનો ભ્રષ્ટાચાર છુપાવવાને કારણે કામદારોને આંદોલન કરવું પડે છે.

આપઘાતનો પ્રયાસ કરનાર કામદારોએ નિવેદનમાં શું લખાવ્યું?
કોર્પોરેશનમાં જ આપઘાતનો પ્રયાસ કરનાર કામદારોના નિવેદન પોલીસે લીધા છે. કામદારો દ્વારા પાડેલી હડતાળ, મેયર અને શહેર ભાજપ પ્રમુખની મધ્યસ્થીથી પૂરી કરેલી હડતાળનો ઉલ્લેખ કર્યો છે. જે બાદ સોમવારે કોર્પોરેશન તંત્ર દ્વારા 300થી વધુ કામદારોમાંથી 150 લેવાની વાત કરાઈ હતી. જેની સામે કામદારોએ અન્ય કામદારો માટે લેખિત બાહેંધરીની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...