પદાધિકારીઓની ભલામણ:ગાંધીનગરમાં સે-15 ખાતે દબાણ હટાવવા ગયેલી મનપાને ભલામણ થતાં પાછા ફરવું પડ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-15 ખાતે શાળામાં દબાણ હટાવવા ગયેલી ટીમ પરત ફરી હતી. - Divya Bhaskar
સેક્ટર-15 ખાતે શાળામાં દબાણ હટાવવા ગયેલી ટીમ પરત ફરી હતી.
  • શાળાના મેદાનમાં ચાલતો ભંગારનો વેપાર હટાવી શકાતો નથી
  • 4 વર્ષથી થતી રજૂઆતોને પગલા પાલકાની ટીમ દબાણ હટવવા ગઈ હતી
  • સ્વેચ્છાએ દબાણ હટાવવા આજ સાંજ સુધીનો સમય અપાયો
  • અગાઉ ફેબ્રુઆરીમાં માસમાં 7 દિવસનો સમય અપાયોહતો

ગાંધીનગરમાં સે-15 ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં થયેલા દબાણ મુદ્દે 4 વર્ષની રજૂઆતો અને લડત બાદ મંગળવારે મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. ત્યારે મળેલી માહિતી મુજબ પદાધિકારીઓની ભલામણ આવતાં મનપાની ટીમને વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. જોકે સ્વેચ્છાએ દબાણ હટાવવા બુધવાર સાંજ સુધીનો સમય અપાયો છે.

.સેક્ટર-15માં સાર્વજનિક ફતેપુર પ્રાથમિક શાળાની સ્થાપના 18 જૂલાઈ, 1960એ થઈ હતી. 1થી 8 ધોરણની શાળામાં 140 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શાળામાં બાળકોને રમવાના મેદાનમાં કમ્પાઉન્ડ વૉલની અંદર ઘણા સમયથી દબાણ કરીને ભંગારનો વેપાર થાય છે. આ સમસ્યા અંગે સ્કૂલ દ્વારા કલેક્ટર કચેરી, મ્યુનિ. કોર્પોરેશન, શાસનાધિકારીને રજૂઆતો કરાયેલી છે.

4 વર્ષથી થતી રજૂઆતોમાં કલેક્ટર કચેરી, મનપા, શાસનાધિકારી અને પાટનગર યોજના વિભાગ વચ્ચે જ અરજીઓ ફરતી રહી હતી. એપ્રિલ, 2018થી અત્યાર સુધી આ મુદ્દે શાસનાધિકારી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા, મામલતદાર, પાટનગર યોજના વિભાગ સહિતના વિભાગોમાં 7 વખત રજૂઆત થઈ ચૂકી છે.

સમગ્ર મુદ્દે કાર્યવાહી કરવા માટે શાળાની હદ દર્શાવવા માટે નકશો મેળવવા જાન્યુ., 2020એ પાટનગર યોજના વિભાગ-1ને પત્ર લખ્યો હતો. જે અંગે પણ દોઢ વર્ષ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. ફેબ્રુઆરીમાં ફરી ઉગ્ર રજૂઆતો થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભંગારના વેપારીને જગ્યા ખાલી કરવા 7 દિવસનો સમય અપાયો હતો.

મનપાએ પોલીસ બંદોબસ્તના 25 હજાર ભર્યા તે માથે પડ્યા!
દબાણ હટાવવા મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મંગળવારે પહોંચી હતી. જોકે ભલામણોનો મારો ચાલતાં ભંગારનો સામાન હટાવવા વધુ એક દિવસનો સમય અપાયો હતો. જોકે મનપાએ પોલીસ બંદોબસ્ત માટે ભરેલા 25 હજાર માથે પડ્યા હતા અને મનપાના અધિકારી-કર્મચારીઓનો સમય બગડ્યો હતો.

AAPના કોર્પોરેટર્સ તુષાર પરીખે 3 મહિના લડત ચલાવી
સ્કૂલોના વર્ષો જૂના પ્રશ્ન મુદ્દે જાન્યુઆરી આસપાસ કોર્પોરેટર તુષાર પરીખને રજૂઆત થઈ હતી. જેને પગલે તેઓએ આ અંગે શાળામાં દબાણ મુદ્દે કોર્પોરેશનને અરજી કરી મહિના પરંતુ કંઈ થયું નહીં, બાદ દબાણ શાખામાં પહોંચ્યા જ્યાં આ મુદ્દો ટાઉન પ્લાનિંગ વિભાગનો હોવાનું કહેતાં તેઓ જુનિયર ટાઉન પ્લાનર પાસે પહોંચ્યા હતા. રજૂઆત બાદ ફેબ્રુઆરીમાં થોડીઘણી કામગીરી બાદ ઠંડું પાણી રેડી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...