ચૂંટણીની રાહ:કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી વસ્તુઓ આપવા ચૂંટણીની રાહ જોતી મનપા!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તામાં આવ્યાને 7 માસ અને ગ્રાન્ટમાંથી 25 કામ મંજૂર થયાના 5 માસ થવા છતાં
  • 7 થી 8 જેટલી વસ્તુઓ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે

ગાંધીનગર કોર્પોરેશનમાં 41 બેઠકો સાથે ભાજપની ભવ્ય જીતને 7 મહિના ઉપર થઈ ગયા છે. બીજી તરફ કોર્પોરેટર્સના બજેટ વર્ષ 2021-22માંથી 25 કામો નક્કી કરાયા છે, જેને પણ સ્થાયી સમિતિની 28 ડિસેમ્બરે મંજૂરી આપી દીધી હતી. મંજૂર મળ્યાને પણ પાંચ મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી કોર્પોરેટરોની નાગરિકોને અપાતી એકપણ વસ્તુઓ હજુ સુધી અપાઈ નથી.

મળેલી માહિતી મુજબ 7-8 જેટલી વસ્તુઓ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. જોકે સ્થાયી સમિતિમાં તેને મંજૂરી મળ્યા બાદ જ વસ્તુઓ આવે તેમ છે. જોકે કોર્પોરેશનના પધાધિકારીઓ ચૂંટણીની રાહ જોતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે ભાજપમાં વિધાનસભા ચૂંટણી ટાણે નાના કાર્યકરથી માંડીને કોર્પોરેટર્સ, મંત્રીઓ સહિતના લોકોને પોતાના વિસ્તારનો ટાર્ગેટ અપાતો હોય છે.

ત્યારે આવા સમયે મતદારોને આકર્ષવા માટે આવા ટાણે જ કોર્પોરેટર્સની ગ્રાન્ટની વસ્તુઓનું વિતરણ થાય તો નવાઈ નહીં. જોકે અનેક કોર્પોરેટર્સ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે પોતાના વોર્ડની સંસ્થાઓ દ્વારા અવારનવાર જરૂરિયાતની વસ્તુની માંગણી થાય ત્યારે કોર્પોરેટરો પાસે આવશે એટલે આપીશું સિવાયનો કોઈ જવાબ હોતો નથી.

મેયરને 2 કરોડ, ડે. મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને 25 લાખની ગ્રાન્ટ
બજેટ 2021-22માં મેયરની ગ્રાન્ટ 2 કરોડ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને 25 લાખ ગ્રાન્ટ તથા કોર્પોરેટર્સને 13.5 લાખની ગ્રાન્ટ મળે છે. કોર્પોરેટર્સની મળતી ગ્રાન્ટમાંથી દોઢ લાખ સફાઈ માટે જેમાં ડસ્ટબીન, મોબાઈલ ટોઈલેટ વાન, હોમ કપોસ્ટીંગ અને સ્વચ્છતાં સર્વેક્ષણ અંતર્ગત ખર્ચ કરવાનો રહેશે. જ્યારે 50 હજાર મહિલા ઉત્કર્ષ માટે આજીવિકાના સાધનો કે અન્ય આર્થિક મદદમાં ઉપયોગ કરવાનો રહે છે.

અન્ય સમાચારો પણ છે...