તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાપાલિકા:CM સ્વર્ણિમ જયંતિ યોજનામાં મનપાને 18.78 કરોડ મળ્યા, કાર્યક્રમ ઓનલાઇન યોજાયો હતો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ ઓનલાઇન યોજાયો હતો. જેમાં ગાંધીનગર મનપાને 18.78 કરોડની ફાળવણી કરાઈ હતી. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ખાતે ટીમ સાથે ઉપસ્થિત રહેલા મેયર રીટાબેન પટેલ દ્વારા ચેક સ્વીકારાયો હતો.

બીજી તરફ કલોલ નગરપાલિકાનો 2.50 કરોડનો ચેક પ્રમુખ લવ બારોટને, દહેગામ નગરપાલિકાનો 1,12,50,000નો ચેક પ્રમુખ બિમલ અમીનને અને માણસા નગરપાલિકાનો 1,12,50,000નો ચેક પ્રમુખ કમલેશ પટેલને અર્પણ કરાયો હતો. મહાપાલિકા વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ સહિતના માળખાકીય સુવિધાના નવા કામના આયોજન નવા ઉમેરાયેલા વિસ્તારો માટે પણ શરૂ કરાયા છે. કાર્યક્રમમાં કલેકટર ડૉ.કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ગઢવીચારણ, અધિક કલેકટરશ્રી એચ.એમ.જાડેજા, ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર, સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...