આવક:મનપાને માત્ર 2 મહિનામાં પ્રોફેશનલ ટેક્સમાંથી 2.24 કરોડની આવક થઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હીકલ ટેક્સના 1.65 કરોડ આવ્યા

ગાંધીનગર મહાનગર પાલિકાને મે મહિનામાં પ્રોફેશનલ ટેક્સમાંથી 1.03 કરોડ જ્યારે વ્હીકલ ટેક્સમાં 81.51 લાખની આવક થઈ છે. એપ્રિલમાં મનપાને પ્રોફેશનલ ટેક્સમાંથી 1.22 લાખ જ્યારે વ્હીકલ ટેક્સમાંથી 82.92 લાખની આવક થઈ હતી. એટલે ચાલુ નાણાકીય વર્ષમાં મનપાને પ્રોફેશન ટેક્સમાંથી 2.24 કરોડ જ્યારે વ્હીકલ ટેક્સમાંથી બે મહિનામાં 1.64 કરોડની આવક થઈ છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં આ આવક અનુક્રમે 1.81 કરોડ અને 1.16 કરોડ હતી.

એટલે ગત નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનાની સ્થિતિએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં પ્રોફેશનલ ટેક્સમાં 43 લાખ જ્યારે વ્હીકલ ટેક્સમાં 48 લાખનો વધારો નોંધાયો છે. જે જોતા ચાલુ નાણાકીય વર્ષમાં બંને ટેક્સમાં કોર્પોરેશનની આવકમાં વધારો નોંધાશે. પ્રોફેશનલ ટેક્સની વાત કરીએ મનપાને વર્ષ 2018-19માં 7.35 કરોડ, 2019-20માં 8.59 કરોડ, 2020-21માં 8.43 કરોડ જ્યારે 2021-22ના વર્ષમાં 12.40 કરોડની આવક થઈ હતી. બીજી તરફ વ્હીકલ ટેક્સમાં 2021-22માં 8.45 કરોડ, 2020-21ના વર્ષમાં 5.83 કરોડ, 2019-20માં 3.21 કરોડ જ્યારે 2018-19માં 3.50 કરોડની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...