તોલમાપ વિભાગની કાર્યવાહી:મેન્યુમાં વજન ન દર્શાવતા સિંધુ ભવન રોડ પર આવેલી મેંગો રેસ્ટોરાંને 5 હજાર દંડ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેંગો રેસ્ટોરાંમાં ફૂડ સામે તેનું વજન દર્શાવ્યું નહોતું - Divya Bhaskar
મેંગો રેસ્ટોરાંમાં ફૂડ સામે તેનું વજન દર્શાવ્યું નહોતું
  • તોલમાપ નિયંત્રક રેસ્ટોરાંનું લાઇસન્સ રદ કરવા મ્યુનિ. અને પોલીસ કમિશનરને ભલામણ કરશે

રાજ્યના તોલમાપ નિયંત્રક અને ગ્રાહક સુરક્ષા નિયામક દ્વારા હોટેલ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને ગેરરીતિઓ સામે ચલાવાઇ રહેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ સિંધુ ભવન રોડ ઉપર આવેલી મેંગો રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરીને દંડનીય પગલાં લેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ કરેલી તપાસ દરમિયાન આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અપાતા મેન્યુમાં વાનગીઓ સામે કિંમતની સાથે વજન દર્શાવવામાં આવ્યું ન હતું. જેથી આ રેસ્ટોરન્ટને 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ગેરરીતિ બદલ આ રેસ્ટોરન્ટ સામે લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર અને જીએસટી કમિશનરને પણ ભલામણ કરાશે.

છેલ્લા કેટલાક સમયથી ગેરરીતિ આચરતી હોટેલો અને રેસ્ટોરાં સામે તોલમાપ વિભાગ કાર્યવાહી કરી રહ્યો છે. એમઆરપી કરતાં વધુ પૈસા વસૂલ કરનારી હાઇવે પર આવેલી 69 હોટેલ સામે કાર્યવાહી કરી અંદાજે રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો હતો અને આ હોટેલોને બ્લેક લિસ્ટ કરવા ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...