તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પાથરણાવાળાઓને ફરજિયાત વેક્સિન આપવાનું આયોજન કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદની જેમ જિલ્લામાં પણ કામગીરી હાથ ધરાશે
  • નગરપાલિકા વિસ્તારોમાં તેમજ રોડ ઉપરના મોટા ગામોમાં આયોજન કરી કોરોનાને નિયંત્રિત કરવા કામગીરી કરાશે

અમદાવાદમાં પાથરણાના વેપારીઓને ફરજિયાત વેક્સિન આપવામાં આવી છે. તે રીતે જિલ્લાના નગરપાલિકાઓ તેમજ હાઇવે ઉપરના મોટા ગામોમાં બેસતા પાથરણાવાળાઓને ફરજિયાત વેક્સિન આપવામાં આવે તો કોરોનાની સભંવિત ત્રીજી લહેરની અસરને નિયંત્રિત કરી શકાશે. અનલોકની અમલવારી કરીને છુટછાટમાં વધારો કરાયો છે. ત્યારે કોરોનાના સુપર સ્પેડર ગણાતા નાના મોટા લારી ગલ્લાઓવાળા તેમજ પાથરણાવાળાઓને ફરજિયાત વેક્સિનેશન કરાવવી જરૂરી છે.

જોકે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશ્નર દ્વારા પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓને ફરજિયાત વેક્સિનેશન શરૂ કર્યું છે. તેવું આયોજન જિલ્લાના ચારેય તાલુકાની નગરપાલિકા વિસ્તારોમાં તેમજ જિલ્લાના હાઇવે કે માર્ગ ઉપરના મોટા ગામોમાં જ્યાં બજાર ભરાતું હોય તેવા વિસ્તારોમાં ફરજિયાત વેક્સિનેશન કરવાથી કોરોનાની સભંવિત ત્રીજી લહેરની અસરને ખાળી શકાય તેવી વિચારણા આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ રહી છે.

કલોલ, દહેગામ, માણસા નગરપાલિકા વિસ્તાર તેમજ હાઇવે ઉપર આવતા મોટા ગામો જ્યાં રોડની આસાપાસ નાના મોટા શોપિંગો આવેલા હોય. ઉપરાંત બજાર ભરાતું હોય તેમજ પ્રવાસન સ્થળો કે ધાર્મિક સ્થળો જ્યાં દર પૂનમ, શનિવાર, રવિવાર મોટી સંખ્યામાં ભક્તો દર્શાનાર્થે આવતા હોવાથી ત્યાં પણ બજાર ભરાતું હોવાથી પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા ઉભા રહેતા હોય છે. તેવા સ્થળોએ પણ પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓને ફરજિયાત વેક્સિન આપવાનું આયોજન કરવાની વિચારણા કરવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...