તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા બનાસકાંઠાથી ગાંધીનગરમાં આવીને રહેતો 23 વર્ષીય યુવક ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવવા માટે એક્ટિવા ઉપર જઈ રહ્યો હતો. ત્યારે ચ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી તેનું કરૂણ મોત નિપજયું હતું. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઇસરવા ગામે રહેતા રામચંદ પ્રજાપતિના પરિવારમાં પત્ની તેમજ એક પુત્રી અને પુત્ર નિકુલ છે. ખેત મજૂરી કામ કરતા ગરીબ પરિવાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે 23 વર્ષીય નિકોલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગર આવ્યો હતો. જે સેક્ટર 2સી પ્લોટ નંબર 893/1 માં પોતાના મિત્રો સાથે ભાડે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હતો.
છેલ્લા ચારેક દિવસથી નિકુલને સામાન્ય તાવ આવતો હોવાથી ઘરે દવાઓ લીધી હતી. પરંતુ આમાં કોઈ ખાસ ફરક પડતો ન હતો. એમાય વળી રાત્રી કર્ફ્યુની કડક અમલવારી થતા અને પોતાના વતન બનાસકાંઠા જવાનું હોવાથી નિકુલ પોતાનો કોરોના રિપોર્ટ કરાવવા માટે નીકળ્યો હતો. પોતાના મિત્ર વરૂણનું એક્ટિવા નંબર GJ18DA2049 લઈને ગઈકાલે તે સેક્ટર 21માં આવેલ કોરોના ટેસ્ટિંગ સેન્ટર ખાતે જઇ રહ્યો હતો.
તે દરમિયાન ચ 2 થી ચ 3 તરફ જતા સેક્ટર સાત આઠના કટ પાસે કોઈ અજાણ્યા વાહને નિકુલના એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માત થતા નિકુલ ઉછળીને રોડ પર પટકાયો હતો. જેથી મોટી સંખ્યામાં વાહનચાલકો એકઠા થઇ ગયા હતા. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાન નીકુલ પ્રજાપતિને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની જાણ થતાં મૃતકના પિતરાઇ ભાઇ અનિલ પ્રજાપતિ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એકના એક પુત્રના મોતના સમાચાર સાંભળીને ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. અકસ્માતની જાણ થતા સેકટર-7 પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સચિન પવારે જણાવ્યું હતું કે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં ફોરવ્હીલ વાહન હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. હાલમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરીને ગણતરીના સમયમાં અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.