તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરના માણસા કલોલ હાઈવે રોડ નાદિપુર ગામ નજીક રિક્ષા ચાલકે પુરપાટ ઝડપે હંકારી આગળ જતી રિક્ષાને પોતાની રીક્ષાનું પડખું અડાડતા બંને રીક્ષાઓ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં નાનીમા સાથે મુસાફરી કરનાર પૌત્રનું શરીરે ગંભીર ઇજાઓ થવાથી કરૂણ મોત નિપજયું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ મુકામે રહેતા રાહુલ વાજા ભત્રીજા મહેશ પ્રહલાદ વાજાનું બે રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં મોત નિપજતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ માણસા કુકરવાડા ખાતે રહેતા મહેશ વાજા તેમની નાનીમા મશરૂ સાથે ખાનગી વાહનમાં બેસી સુરેન્દ્રનગરથી કલોલ આવ્યા હતા. જ્યાંથી સીએનજી પેસેન્જર રીક્ષા નંબર GJ18AY3534 માં બેસી માણસા તરફ આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રિક્ષામાં અન્ય ત્રણ જેટલા પેસેન્જરો પણ બેઠા હતા. ત્યારે રીક્ષાનો ડ્રાઈવર તેની રીક્ષા ફુલ સ્પીડે બેફામ ગતિએ હંકારતો હતો. આથી મુસાફરોએ તેને રીક્ષા સરખી જ રીતે ચલાવવા માટે ટકોર પણ કરી હતી.
અકસ્માત થતા રીક્ષા ત્રણ પલટી ખાઈ જતા યુવકનું મોત નીપજ્યું
મુસાફરોની ટકોરની અવગણના કરીને ડ્રાઈવરે તેની રીક્ષા પૂર ઝડપે હંકારીરાખી હતી. ત્યારે માણસા કલોલ હાઇવે નાદીપુર નજીક રોડ ઉપર ફૂલ સ્પીડમાં ડ્રાઈવરે આગળ જતી રીક્ષા નંબર Gj1CU7417 ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. તે દરમિયાન રીક્ષાનું પડખું આગળની રિક્ષાને અડી ગયું હતું. જેના કારણે તેઓની રીક્ષા ત્રણ પલટી ખાઈ ગઈ હતી. તેમજ આગળ જતી રીક્ષા પણ પલટી મારી ગઈ હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.