તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:માણસામાં સગીર પ્રેમિકા સાથે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરનાર પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધાયો, સ્કૂલ આગળથી જ પ્રેમિકાને લઈ ગયો હતો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પ્રેમી સામે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

માણસાની જાણીતી સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી સ્કૂલ આગળથી જ બાઈક પર લઈ જઈ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારી પરત સ્કૂલ આગળ મૂકી જનાર પ્રેમી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માણસા તાલુકાના એક ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરનાર ફરિયાદીની 15 વર્ષ અને નવ મહિનાની વય ધરાવતી દીકરી સુમન (નામ બદલેલ) માણસાની જાણીતી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગત તા. 26મી ઓગસ્ટના રોજ સવારે સુમન ગામની અન્ય વિદ્યાર્થિનીઓની સાથે રિક્ષામાં સ્કૂલે જવા માટે નીકળી હતી. પરંતુ સાડા નવ વાગ્યાના અરસામાં સ્કૂલના પ્રિન્સિપાલે ઘરે ફોન કરીને સુમન સ્કૂલમાં આવી નહીં હોવાની જાણ કરી હતી.

આથી સુમનની માતા તેમજ પિતા સ્કૂલ પર દોડી આવ્યા હતા. અને તેની સાથેની વિદ્યાર્થીનીઓની પૂછતાંછ કરતાં માલુમ પડયું હતું કે, સુમન સ્કૂલ સુધી આવી હતી પરંતુ સ્કૂલની અંદર આવી ન હતી પણ તેણે સ્કૂલ છૂટવાના સમયે પરત આવી જવાનું જણાવ્યું છે. આથી પરિવારના અન્ય કુટુંબીજનો પણ સ્કૂલ પાસે આવી ગયા હતા અને સ્કૂલના દરેક દરવાજા પાસે ગોઠવાઈ ગયા હતા.

ત્યારે સ્કૂલ છુટવાના સમયે મહેસાણા ગોજારીયામાં રહેતો બીટ્ટુભાઈ કલ્પેશભાઈ દરજી બાઈક પર સુમનને ઉતારી ગયો હતો. જેથી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે બાઈક લઈને નાસી ગયો હતો. બાદમાં સુમને જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ પાડોશમાં રહેતા બીટ્ટુ દરજી સાથે પરિચય પછી પ્રેમ સંબંધો બંધાયા હતા.

જેણે ફોન કરીને મળવાનું કહેતા સ્કૂલથી તેની સાથે માણસા ગાયત્રી સોસાયટી પાસેના ગેસ્ટ હાઉસમાં ગઈ હતી. જ્યાં બીટ્ટુ દરજીએ લાલચ આપી તેની સાથે એકવાર દુષ્કર્મ કરી પરત સ્કૂલ પાસે મુકી ગયો હતો. જેનાં પગલે ભોગ બનનાર ની માતાએ ફરિયાદ આપતાં માણસા પોલીસે બીટ્ટુ દરજી વિરુદ્ધ આઇપીસી કલમ 363,376 તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...