તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:નવા પાલજમાં મામા-ભાણેજ 17 લીટર દેશી દારૂ સાથે જબ્બે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના નવા પાલજ દંતાણી વાસ ખાતેથી ઘરમાંથી 17 લીટર દેશીદારૂ ઝડપાયો હતો. ચિલોડા પોલીસે બાતમીના આધારે કાળાભાઈ ઉર્પે મોરલો મનુભાઈ દંતાણી (26 વર્ષ) તથા તેના ભાણેજ અજય ઉર્ફે પપ્પુ રાયચંદભાઈ દંતાણી (19 વર્ષ) ઝડપી પાડ્યા હતા. જેમના મકાનની આગળ આવેલા વાળામાં કંતાનના કોથળા નીચેલી સંતાડેલી દેશીદારૂની કોથળીઓ મળી આવી હતી. જેને પગલે પોલીસે 340ની કિંમતના 17 લીટર દેશીદારૂ જપ્ત કર્યો હતો. પોલીસે બંને મામા-ભાણેજ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...