તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રને ‘આપ’ણો બનાવવાની રણનીતિ:સામાજિક સંસ્થાઓને ‘આપ’ તરફ ખેંચવા માટે મહેશ સવાણી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેશ સવાણી ડાબે અને જમણે દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાની તસવીર - Divya Bhaskar
મહેશ સવાણી ડાબે અને જમણે દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાની તસવીર
  • પાટીદારો સહિત વિવિધ સામાજિક કાર્ય કરતા સમાજના નેતાઓ સાથે બેઠક યોજશે
  • સવાણી ભાવનગર,જૂનાગઢમાં વધુ પ્રભાવી પણ અમરેલી જિલ્લામાં તેમનું ઓછું પ્રભુત્વ

આપ પાર્ટીમાં જોડાયા પછી મહેશ સવાણી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના પ્રવાસે જશે તે નક્કી જ હતું તેમ સુત્રોનું કહેવું છે. સુત્રોના કહ્યા પ્રમાણે મહેશ સવાણી સામાજિક કાર્યો કરતા હોવાથી તેમની સાથે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સીધા સંપર્કમાં છે. આ આગેવાનો આપ પાર્ટીમાં જોડાય અથવા જોડાયા વગર આપને ટેકો આપે તેટલા માટે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે તેમ સુત્રોનું કહેવું છે. મહેશ સવાણીની સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ જિલ્લામાં પકડ વધુ છે, અમરેલી થોડી ઓછી છે.

‌‘પાસ’ના નેતાઓ ‘આપ’માં તબક્કાવાર જોડાશે
કોંગ્રેસથી નારાજ ‘પાસ’ના નેતાઓ-કાર્યકરો ‘આપ’માં જોડાવવા માટે ઇચ્છા વ્યકત કરી રહ્યા હોવાનું પાસના રાજકીય સુત્રોનું કહેવું છે. સુત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસમાં પાસના નેતા હાર્દિક પટેલ પોતે પણ નારાજ છે.
સુરતમાં આપના 24 કાર્પોરેટરની અટકાયત
સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી સમયે મનપાના સભાગૃહમાં તોફાન કેસમાં 24 કોર્પોરેટરોની પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...