બેઠકો પર જીત:સૌથી વધુ મતો મેળવનારા મહેન્દ્ર દાસની જીતની લીડ સૌથી વધુ 4893

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કમલમ ખાતે ભાજપના ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી. - Divya Bhaskar
કમલમ ખાતે ભાજપના ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી.
  • વોર્ડ-2ની 1 સીટ જીતતાં BJP 130 મત દૂર રહ્યો

ગાંધીનગર કોર્પોરેશનમાં 44માંથી 41 બેઠકો પર જીત સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે વોર્ડ નંબર-2ની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીતનું માર્જિન માત્ર 130 જ છે. એટલે અહીં ભાજપની 130 મતોથી જ હાર થઈ છે નહીં તો ભાજપના ફાળે 42 બેઠકો આવી જતી. બીજી તરફ વોર્ડ નં-3માં ભાજપના સોનાલીબેન પટેલને 4346 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉર્મિલાબેન મહેતા 3854 મત મળ્યા હતા. એટલે કે અહીં ભાજપની જીતનું માર્જિન 492 રહ્યું હતું. મનપાની 44 બેઠકોમાંથી માત્ર આ 2 જ બેઠકો પર જીતનું માર્જિન 500થી નીચે છે.

જ્યારે ચૂંટણીમાં કુલ 32 બેઠકમાંથી 11 એવી બેઠકો હતી જેમાં જીતનું માર્જિન 15થી લઈને 480 જેટલું હતું. મનપાની ચૂંટણીમાં સૌથી વધુ મત 8639 મત મેળવનાર મહેન્દ્ર પટેલની જીતનું માર્જિન પણ સૌથી વધુ છે. જેઓએ આપના હાર્દિક તલાટીથી 4893 મત વધુ મેળવ્યા છે. વોર્ડ નં-10માં આપની આખી પેનલ કોંગ્રેસ કરતાં આગળ રહી હતી. કોંગ્રેસ ઉમેદવારો ભાજપ તો દૂર રહ્યું પરંતુ આ વોર્ડમાં બીજા નંબરે રહેલાં આપના ઉમેદવારો કરતાં 1500થી 2500 મત પાછળ રહ્યાં છે.

ગઢ ગણાતા વોર્ડ-4 અને વોર્ડ-6માં પણ કોંગી ઉમેદવારો ખરી ટક્કર ન આપી શક્યા!
ગાંધીનગર વિસ્તાર પ્રમાણે વોર્ડ નં-4 અને વોર્ડ નં-6માં કોંગ્રેસ મજબૂત હોવાની માન્યતા કોંગ્રેસને હતી. પરંતુ જે રીતે પરિણામા આવ્યો તે જોતા ભૂંડી હારનો સામનો કરનાર કોંગ્રેસ પોતાના બે ગઢમાં પણ ખરી ટક્કર આપી શક્યું ન હતું. વોર્ડ નં-4માં ભાજપના ઉમેદવારો કરતાં કોંગ્રેસના ઉમેદવારો રોશનબેન પરમાર 965, લલિતાબેન ઠાકોર 693, હસમુખકુમાર મકવાણા 1339, રાકેશકુમાર વસૈયા 753 મતોથી હાર્યા છે.

આ તરફ વોર્ડ નં-6માં ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસના મંજુલાબેન ઠાકોર 1058, વર્ષાબેન ઝાલા 1312, રજનીકાન્ત પટેલ 1511 મતથી હાર્યા હતા. તો પૂર્વ કોર્પોરેટર ચમનભાઈ વિંઝુડા આપના તુષાર પરીખથી 500 મત પાછળ રહ્યાં હતા.
વોર્ડ નં-8માં કોંગ્રેસના ઉમેદવારો પહેલી વાર ચૂંટણી લડતા આપ કરતાં પાછળ રહ્યા
આ તરફ વોર્ડ નં-8માં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસ ક્યાંય પાછળ રહી ગયું હતું, જેમાં આ વોર્ડમાં બીજા નંબરે રહેલાં આપ કરતાં કોંગ્રેસના તમામ ઉમદેવારો 200થી લઈને 1000 જેટલા મતોથી પાછળ રહ્યાં હતા. વોર્ડ નં-9માં છેલ્લે-છેલ્લે ઉભા રખાયેલા આપના સુશિલા સોલંકી કોંગ્રેસના ઉમેદવાર કરતાં આગળ રહ્યાં હતા.આ રીતે આપના ઉમેદવારોનો દેખાવ સારો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...