તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:મહાત્મા મંદિરમાં 80 ઓક્સિજનના અને 20 ICU આમ 100 બેડની પિડિયાટ્રીક હોસ્પિટલ ઊભી કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ દર્શાવી છે
  • 900 બેડની હોસ્પિટલની આરોગ્ય સચિવે મુલાકાત લઈ જાણકારી મેળવી

કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર કરશે તેવી શક્યતાને પગલે મહાત્મા મંદિરમાં 100 બેડની પિડિયાટ્રીક હોસ્પિટલ ઉભી કરાશે. તેમાં 20 બેડ આઇસીસીયુ અને 80 બેડ ઓક્સિજનવાળા રાખવામાં આવશે. હોસ્પિટલને લગતી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત બાળકો થવાની શક્યતા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ દર્શાવી છે.

આથી ગાંધીનગર જિલ્લા માટે મહાત્મા મંદિરમાં ઉભી કરાયેલી 900 બેડની કોવિડ હોસ્પિટલમાં જ 100 બેડની પિડિયાટ્રીક હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. હોસ્પિટલમાં 80 બેડ ઓક્સિજનવાળા અને 20 બેડ આઇસીયુવાળા રાખવામાં આવનાર હોવાનું છે. હોસ્પિટલ ઉભી કરાયા બાદ પિડિયાટ્રીક વોર્ડ માટેની જરૂરી તૈયારીઓ પણ કરાઈ છે.

ઉપરાંત બાળકોને અનુકુળ આવે તે મુજબનો માહોલ પણ ઉભો કરાયો છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે હોસ્પિટલની મુલાકાત લઈ અલાયદી પિડિયાટ્રીક હોસ્પિટલ ઉભી કરાઇ તેની પણ જાણકારી મેળવી અને જરૂરી સુચના આપી હતી.

નવજાત બાળકો માટે ખાસ આયોજન
નવજાત બાળકો કોરોનાથી સંક્રમિત થાય તો તેના માટે પિડિયાટ્રીક હોસ્પિટલમાં 20 બેડ આઇસીયુના રાખવામાં આવ્યા છે. ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક તબિબ અને નર્સિંગ સ્ટાફને ખાસ કેર રાખી શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મેડિકલ કોલેજના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવશે
કોરોનાનું સંક્રમણ કયા સ્ટેજે છે તેનું નિદાન કેવી રીતે કરાય સહિતની તાલીમ તબક્કાવાર તમામ તબિબો તેમજ નર્સિંગ સ્ટાફને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોને કોરોનાથી સંક્રમિત થાય તો કેવી રીતે તેને ટ્રીટ કરવા તેમજ કેવા પ્રકારની દવા આપવી જોઇએ તેની થીયરીકલ તેમજ પિડિયાટ્રીક વોર્ડમાં લઇ જઇને પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવી રહી છે.

વાલીઓ સાથેે હોવાથી તેનું આયોજન કરાયું
કોરોનાથી સંક્રમિત બાળકની સાથે તેના વાલી માતા કે પિતા સાથે રાખવા પડે છે. આથી જો માતા કે પિતા કોરોનાથી સંક્રમિત હોય તો તેઓને પીપીઇ કીટ અપાશે નહી. પરંતુ જો માતા પિતા સાજા હોય તો તેઓને પીપીઇ કીટ પહેરાવીને બાળકની સાથે રાખવાની પણ વ્યવસ્થા કરાઇ છે.

સિવિલમાં પણ સુવિધા ઊભી કરાય તેવું આયોજન
કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધી જાય અને કેસ વધે તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ જરૂરી જણાય તે મુજબ પિડિયાટ્રીક વોર્ડ ઉભો કરાય તેવી પણ વ્યવસ્થા કરાઇ છે. જોકે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લાની સરકારી હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં 100 બેડની પિડિયાટ્રીક હોસ્પિટલ ઉભી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સંક્રમિત બાળકોમાં જોવા મળતાં લક્ષણો
કોરોનાથી સંક્રમિત થયેલા બેથી ત્રણ વર્ષના બાળકોમાં જોવા મળતા લક્ષણોમાં બાળકનું શરીર ભુરૂ પડી જાય છે. ખાવા પીવાનું છોડી દે છે. ઝાડા અને ઉલટી થાય છે. સુનમુન થઇ જાય, બેભાન થઇ જાય સહિતના લક્ષણો બાળકોમાં જોવા મળે છે તેમ સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના હેડ ડો.એકતાબેન દલાલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...