વિરોધ કાર્યક્રમ:જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો અંગે સરકારી કર્મીઓની આજે મહારેલી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખાતે યોજાનારી ઝોન કક્ષાની રેલીમાં કર્મચારીઓ ઉમટી પડશે

જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથે સાથે કર્મચારીઓના અન્ય પ્રશ્નો ઉકેલની માંગણી સાથે તારીખ 11મી, રવિવારે અમદાવાદમાં મહારેલી યોજવામાં આવશે. જોકે આ રેલ માત્ર ઝોનકક્ષાની હોવાથી તેમાં અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અરવલ્લી સહિત જિલ્લાના કર્મચારીઓ મહારેલીમાં જોડાશે. સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ તીવ્ર બની છે. ત્યારે જુની પેન્શનની સાથે સાથે કર્મચારીઓના અન્ય પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન હવે વેગવંતુ બની રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યભરના તમામ જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ વિરોધ કાર્યક્રમો બાદ હવે ઝોનકક્ષાના વિરોધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે તારીખ 11મી, રવિવારે સમગ્ર રાજ્યભરના અમદાવાદ, રાજકોટ, ગોધરા, મહેસાણા, સુરત, વડોદરા અને જુનાગઢ ખાતે મહારેલી યોજવામાં આવશે. સવારે 9થી સાંજે 5 કલાક સુધી તબક્કાવાર યોજનાર રેલીમાં ઝોનકક્ષાના જિલ્લાના કર્મચારીઓ ઉમટી પડશે. ઝોનકક્ષાની મહારેલીઓ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહી આવે તો રાજ્ય અને ત્યારબાદ નેશનલ કક્ષાના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઉપરાંત કર્મચારીઓના પ્રશ્નો નહી ઉકેલાય તો તેના માઠા પરિણામ આગામી ચુંટણીમાં રાજ્ય સરકારને જોવા મળશે તેવી ચણભણ કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

સમગ્ર રાજ્યભરમાં યોજનાર મહારેલીમાં સવારે 9થી 11 જુનાગઢ, સવારે 11-30થી 1-30 કલાક સુધી વડોદરા, બપોરે 12-30થી 2 કલાક સુધી સુુરત, સવારે 10થી 12 કલાક સુધી મહેસાણા, બપોરે 1થી 4 કલાક ગોધરા, બપોરે 3થી 5 રાજકોટ અને બપોરે 2થી 5 અમદાવાદ ખાતે યોજવામાં આવશે. સરકારી કર્મચારીઓની મહારેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગણીના ઉકેલ માટે રજુઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...