લોકોને ધરમધક્કા:ગાંધીનગર જિલ્લાના મહાનગરપાલિકા અને 4 તાલુકામાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક જ નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોવેક્સિનનો સ્ટોક પણ એક જ દિવસ ચાલે તેટલો જ

કોરોનાના નવા વેરિયન્ટને પગલે પ્રિકોશન ડોઝ લેવાની રાજ્યના આરોગ્ય વિભાગની સૂચના આપે છે. પરંતુ જિલ્લાના મનપા વિસ્તાર અને ચાર તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે રસીનો સ્ટોક જ નહી હોવાથી લાભાર્થીઓને ધરમધક્કા પડી રહ્યા છે. ઉપરાંત કોવિશિલ્ડ રસીનો સ્ટોક નથી અને કોવેક્સિનનો સ્ટોક પણ એક જ દિવસ ચાલે તેટલો છે.રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના નવા વેરિયન્ટ બીએફ-7ને લઇને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો નથી તેમણે રસી લેવાની સૂચના આપી છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં બે માસ પહેલાં નોંધાયેલા બીએફ-7ના વેરિયન્ટવાળા દર્દીઓ સાજા થઇ ગયા છે. તેમ છતાં રાજ્યનો આરોગ્ય વિભાગ સલામતીના ભાગરૂપે કોવિડને લઇને સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલાં લઇ રહ્યો છે. કોરોનાના નવા વેરીયન્ટને લઇને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારીઓને પ્રિકોશન ડોઝની કામગીરી સઘન કરવાની સૂચના આપી છે. પરંતુ જિલ્લાના મનપા વિસ્તાર અને ચાર તાલુકાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારના એકપણ આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મળતી નહી હોવાથી લાભાર્થીઓને રસી વિના ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.

જોકે પાંચેક દિવસ અગાઉ જિલ્લાને કોવેક્સિન રસીનો બે હજાર ડોઝનો જથ્થો મનપા અને ચાર તાલુકાને ફાળવવામાં આવ્યો હતો. જેમાંથી હવે માંડ એક જ દિવસ ચાલે તેટલો રસીનો સ્ટોક રહ્યો છે. જ્યારે હજુ સુધી કોવિશિલ્ડ રસીનો જથ્થો તો જિલ્લાને ફાળવવામાં જ આવ્યો નથી. જેને પરિણામે પ્રિકોશન ડોઝ લેવા આરોગ્ય કેન્દ્રો ખાતે જતા લાભાર્થીઓને ધરમધક્કા ખાઇ રહ્યા છે.

કમ્બોડિયાથી આવેલા 2 કર્મચારીઓના બીએફ-7 વેરિયન્ટ ન હોવાનો રિપોર્ટ
કમ્બોડિયાથી આવેલા 19માંથી બે પ્રતિનિધિઓ કોરોનાથી સંક્રમિત થતાં હોટલમાં કોરન્ટાઇન કરીને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત બંને પ્રતિનિધિઓના કોવિડ સેમ્પલનુું જિનોમ સિક્વન્સિંગ કરવા માટે જીબીઆરસી ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જોકે એકપણ પ્રતિનિધિઓના કોવિડ સેમ્પલમાં જિનોમ સિક્વન્સિંગમાં બીએફ-7 વેરિયન્ટ નહી હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેને પરિણામે આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જિલ્લામાં પ્રિકોશન ડોઝ લેનાર લાભાર્થીઓની સંખ્યા સરેરાશ 70 ટકાથી વધારે રહેવા પામી છે. જેમાં 18થી 59 વર્ષના 53 ટકા લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો છે. જ્યારે 60 વર્ષથી મોટી ઉંમરના 76.80 ટકા લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો છે. જ્યારે ફ્રન્ટ લાઇન વોરીયન્ટ, હેલ્થ કર્મીઓ સહિતે 85.11 ટકાએ પ્રિકોશન ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...