ગુજરાતી કવિઓએ મા વિશે ખૂબ જ વર્ણન કર્યુ છે. માને જોડતી અનેક કહેવતો છે. જો કોઇ કહેવત યાદ કરી લે તો પણ પોતાની જનેતાને ઘરડા ઘરનો રસ્તો ના બતાવે. ‘મા’ને વ્યાખ્યાની કે કોઈ ઉપમાની જરૂર નથી. માના સન્માન માટે સંતાનનું સમગ્ર જીવન પણ ખૂટી પડે, એટલા ઉપકાર માના છે. રવિવારે 8 મેએ ‘વર્લ્ડ મધર્સ ડે’ છે ત્યારે એવાં બાળકોની વાત ‘દિવ્ય ભાસ્કર’ લાવ્યું છે, જે બાળકો માટે માનું હેત અને વ્હાલ કલ્પનામાત્ર છે અથવા માનો ખોળો મળ્યો ન મળ્યો ને છિનવાઈ ગયો હોય.
માના ખોળામા રમવાના સમયે 2 બહેનને સાચવવાની જવાબદારી આવી હતી
ગાંધીનગરના બાળ સંભાળ ગૃહમા રહેતા અને ધોરણ 10મા અભ્યાસ કરતો વિદ્યાર્થી કહે છેકે, હું 6 વર્ષનો હતો ત્યારે જ મે મારા માતા પિતા ગુમાવી દીધા હતા. માના ખોળામા રમવાના સમયે બે બહેનોને સાચવવાની જવાબદારી આવી હતી. મા શબ્દ બોલતો થયો તે પહેલા તો મારી મા દુનિયા છોડી ગઇ હતી. જે બાળકોને માતાની મમતા મળે છે, તે દુનિયામા સૌથી સુ:ખી છે. મા વગરનુ જીવન હુ જીવી રહ્યો છુ, પરંતુ અન્ય બાળકો તેમની માતાની વાત કરે છે, ત્યારે હુ આકાશ સામે જોઇને માત્ર મારી માતાની કલ્પના કરુ છુ. - રાજેશ, વિદ્યાર્થી બાળ સંભાળ ગૃહ
મે મારી માને જોઇ નથી, અન્ય બાળકોને તેમની માતા સાથે જોઉ ત્યારે આંસુ આવે છે
ધોરણ 5મા અભ્યાસ કરતો વિદ્યાર્થી કહે છેકે, દુનિયા આખી આજે મધર્સ ડે મનાવશે. પરંતુ મે તો કયારેય મા જોઇ જ નથી. મને સમજણ આવે તે પહેલા મારી માતાએ દુનિયાને અલવિદા કરી દીધી હતી. મારી સાથે રહેતા મિત્રો તેમની મમ્મીની વાત કરે છે, ત્યારે હુ વિચારુ છુકે, મારી મમ્મી હાજર હોત તો ?. મને ભાવતી રસોઇ બનાવી આપતી હોય, મને તેની સાથે ફરવા લઇ જતી હોત, હુ ભગવાનને પ્રાર્થના કરુ છુ, કે જીવનમા દરેક વ્યક્તિની માતા હોવી જોઇએ, સમય પહેલા ક્યારેય કોઇની માતાનુ મોતના થાય. - રાકેશ, વિદ્યાર્થી બાળ સંભાળ ગૃહ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.