છેતરપિંડી:ઘરે બેઠા નોકરીની લાલચ આપી યુવતી સાથે રૂ. 1 લાખની છેતરપિંડી આચરી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિને રૂપિયા 16થી 48 હજારનો પગાર, ફ્રી લેપટોપ અને ફોનની યુવતીને લાલચ આપી પૈસા ભરાવડાવ્યા

ગાંધીનગર ખાતે પ્રાઈવેટ હોસ્પિટલમાં જોબ કરતી યુવતી સાથે ઘરે બેઠા નોકરી આપવાની લાલચ આપીને 1 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ છે. ગાંધીનગરને અડીને આવેલા સાબરમતીની એક સોસાયટીમાં રહેતી વૈશાલીએ નોકરી પર હતી તે સમયે તેણે 7 નવેમ્બરના રોજ એક પેપરમાં ટચુકડી જાહેરાત જોઈ હતી. જેમાં એક મોબાઈલ કંપનીના નામ સાથે એસએમએસ જોબ છોકરા-છોકરીઓ ઘરે બેઠાં કમાઓ પાર્ટટાઈમ-ફૂલટાઈમ 16,600-48,800 મહિને (લેપટોપ અને મોબાઈલ ફ્રી) જાહેરાત જોઈ હતી. જેને પગલે યુવતીએ નોકરી માટે એપ્લાય કરવા આપેલા નંબર પર પોતાની વિગતો મોકલી આપી હતી.

જેને પગલે બીજા દિવસે સામેથી એક નંબર પરથી યુવતી પર મેસેજ આવ્યો હતો. જેમાં આપેલા નંબર પર 2150 રૂપિયા ભરવાનું કહ્યું હતું. જેને પગલે યુવતીએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતાં બીજા પૈસા માંગ્યા હતા. આમ કરીને સામેવાળાએ રજિસ્ટ્રેશન ફીથી લઈને અલગ-અલગ કારણો આપીને ઊંચા પગારની લાલચ આપીને યુવતી પાસેથી 1,01,580 પડાવી લીધા હતા. પૈસા પરત મળી જશે અને નોકરી મળે જેવી વાતોમાં આવી ગયેલી યુવતીને પૈસા ચુકવી દીધા બાદ છેતરપીંડીનો ખ્યાલ આવ્યો હતો. જેને પગલે તેણે પૈસા પરત માંગતા સામવાળાએ બીજા પૈસા માંગ્યા હતા. સમગ્ર મુદ્દે યુવતીએ પોલીસને જાણ કરી હતી.

જે બાદ યુવતીએ સમગ્ર મુદ્દે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જો કે, યુવતી પેપરમાં એક મોબાઈલ કંપનીના નામ સાથે એસએમએસ જોબ છોકરા-છોકરીઓ ઘરે બેઠાં કમાઓ પાર્ટટાઈમ-ફૂલટાઈમ 16,600-48,800 મહિને (લેપટોપ અને મોબાઈલ ફ્રી) જાહેરાત જોઈ હતી. અને આ જાહેરાત જોયાં બાદ નોકરી માટે એપ્લાય કર્યું હતું. અને ત્યારબાદ આ ઘટના બનવા પામી હતી. જો કે, સામેવાળા શખ્સે રજિસ્ટ્રેશન ફીથી લઈને અલગ-અલગ કારણો આપીને ઊંચા પગારની લાલચ આપીને યુવતી પાસેથી પૈસા પડાવી છેતરપીંડિ આચરી હતી. સમગ્ર મુદ્દે સાઈબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...