મધ્યાહન ભોજન કર્મચારીઓના પ્રશ્નોનો સમાવેશ કર્યો નહી હોવાથી ભારતીય મઝદુર સંઘની રેલીમાં કર્મચારીઓને નહી જોડાવવા ઓલ ગુજરાત મધ્યાહન ભોજન યોજના મંડળના પ્રમુખે આદેશ કર્યો છે.
છેલ્લા એકાદ દાયકાથી મધ્યાહન ભોજન કર્મચારીઓ તેમના પ્રશ્નો ઉકેલવા સરકારમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. ત્યારે ભારતીય મઝદુર સંઘ દ્વારા તારીખ 9મી, બુધવારના રોજ રેલી અને સભાનું આયોજન કરાયું છે. તેમાં પણ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નોનો સમાવેશ કરાયો નથી.
આથી રેલી અને સભાના કાર્યક્રમમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ નહી જોડાવવાની અપીલ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના મંડળના પ્રમુખે કરી છે. મધ્યાહન ભોજન યોજનના કર્મચારીઓના વેતનમાં વધારો સહિતના પ્રશ્નો હજુ વણઉકેલ્યા રહ્યા છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નોમાં સંચાલકને 1600, રસોઇયાને 1400 અને 500, મદદનીશને 1400 તથા 500 માસિક વેતન અપાય છે. ઉપરાંત એક કર્મચારીને માસિક વેતન માત્ર 300 આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.