રજૂઆત પહેલાં અટકાયત:ગાંધીનગરમાં LRD ઉમેદવારોએ પડતર માંગણીઓ સંદર્ભે ફરી વિરોધ નોંધાવ્યો, રજૂઆત કરે તે પહેલાં જ અટકાયત કરાઇ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • ઉમેદવારો પડતર માંગણીઓ સંદર્ભે છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે
  • ઉમેદવારોએ ગાંધીનગરમાં પદયાત્રાનું આયોજન કરી વિરોધ નોંધાવ્યો

રાજ્યના LRD ઉમેદવારો પડતર માંગણીઓ સંદર્ભે છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે. તેમ છતાં ભરતી પ્રક્રિયામાં વેઇટિંગ મુદ્દે પણ નિરાકરણ નહીં આવતાં આજે LRD ઉમેદવારોએ ગાંધીનગરમાં પદયાત્રાનું આયોજન કરી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહારનો કાર્યક્રમ કરી વિરોધ નોંધાવવા આવેલા ઉમેદવારોની ફરીવાર અટકાયત કરી લેવાઈ છે.

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં 20 ટકા વેઈટિંગની જાહેરાત કરી હતી, પરંતુ વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વેઈટિંગના આ મુદ્દાને હટાવી દેવામાં આવ્યો છે અને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે થોડા વખત અગાઉ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારોએ અનોખો વિરોધ કર્યો હતો. પોલીસ અટકાયતથી બચવા માટે ઉમેદવારોએ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી દેતાં પોલીસ સાવધાન મુદ્રામાં ઊભી રહી ગઈ હતી. જો કે બાદમાં પોલીસે ઉમેદવારોની અટકાયત કરી લેવાઈ હતી.

બીજી તરફ વિધાન સભાનું સત્ર ચાલી રહ્યું છે એવામાં ફરીવાર LRD ઉમેદવારોએ ગાંધીનગરમાં એકઠા થઈ સરકારની નીતિનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે LRD ઉમેદવારોએ પોતાની માંગણીઓ લઈને ગાંધીનગરમાં ધામા નાખવામાં આવ્યા હતા. અને વિધાનસભા સામે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને પદયાત્રા યોજી સરકારને રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગાઉથી આ બાબતની ગંધ આવી જતાં પોલીસ કાફલો પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે ઉમેદવારોએ સરકાર વિરોધી સૂત્રોચારો શરૂ કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગે LRD ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગાંધીનગર ખાતે આંબેડકરની પ્રતિમાને ફુલ-હાર કર્યા બાદ રજૂઆત કરવાનું આયોજન હતું. પરંતુ પોલીસે તેમ થવા દીધું નથી.

છેલ્લા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયા માટે રજૂઆત કરતા આવ્યા છીએ. પણ હજી સુધી સરકાર ધ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. હાલમાં 512 LRD ની જગ્યા ખાલી પડી છે. અને તે જગ્યાઓ ભરવા માટે વેઇટિંગમાં રહેલા ઉમેદવારોને અન્યાય કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...