તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનામાં ST નિગમને રૂ.1161 લાખનું નુકસાન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્ય સરકાર દ્વારા ST નિગમને આર્થિક પેકેજ આપવા કર્મચારી સંગઠનની માંગ
  • કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું હોવાથી મર્યાદિત મુસાફરો એસ ટી બસમાં બેસાડવા હોવાના કારણે આવકમાં ઘટાડો થયો હોવાનું નિગમે જણાવ્યું

કોરોનાની મહામારીને પગલે એસ ટી નિગમને રૂપિયા 1161 લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. આથી અન્ય રાજ્યોની જેમ રાજ્ય સરકારે પણ એસ ટી નિગમ માટે આર્થિક પેકેજ આપવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળે માંગણી સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. છેલ્લા સવા વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વનને આર્થિક માર આપનાર કોરોનાની મહામારીએ દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યા છે. કોરોનાની મહામારીમાં આર્થિક રીતે માર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને પડ્યો છે. આથી છેલ્લા પાંચ વર્ષમાં નિગમની આવકમાં દર વર્ષે દિન પ્રતિદિન વધારો નોંધાતો હતો. જ્યારે કોરોનાની મહામારીને પગલે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આવકમાં રૂપિયા 1161 લાખનું નુકશાન થવા પામ્યું છે.

તેમાં ગત વર્ષે કોરોનાની મહામારીને પગલે લોકડાઉનમાં એસ ટી નિગમના રાજ્યભરના ડેપોમાં બસોનું સંચાલન બંધ હતું. ત્યારબાદ અનલોકની અમલવારી થતાં તબક્કાવાર ધીરે ધીરે એસ ટી બસોને માર્ગ ઉપર દોડાવવામાં આવતી હતી. પરંતુ કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું હોવાથી મર્યાદિત મુસાફરો એસ ટી બસમાં બેસાડવાના હોવાથી આવકમાં ઘટાડો થયો હતો.

ઉપરાંત કોરોનાની મહામારીમાં પણ એસ ટી નિગના 2000થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા તેમજ 130થી વધુના દુ:ખદ અવસાન થયા છે. ઉપરાંત મર્યાદિત મુસાફરો અને મર્યાદિત સંચાલનને લીધે એસ ટી નિગમની આવકમાં ઓટ આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિગમને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માંગણી સાતે ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળના જનરલ સેક્રેટરી ધીરેન્દ્રસિંહ સોલંકીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

5 વર્ષમાં નિગમની આવકમાં વધારો
એસ ટી નિગમની આવકમાં ગત વર્ષ-2015-16થી ગત વર્ષ-2019-2020 સુધીમાં આવકમાં સતત વધારો થવા પામ્યો છે. જેમાં વર્ષ-2015-16માં 195008.66 લાખ, વર્ષ-2016-2017માં 198442.22 લાખ, વર્ષ-2017-18માં 208653.09 લાખ, વર્ષ-2018-19માં 220594.34 લાખ અને વર્ષ-2019-2020માં 230209.23 લાખની આવક થવા પામી છે.

વર્ષ-20-21ની સંભવિત આવકમાં ઓટ
કોરોનાની મહામારીને પગલે મર્યાદિત મુસાફરોની સાથે મર્યાદિત એસ ટી બસોનું સંચાલનથી આવકમાં ઘટાડો નોંધાયો છે. આથી વર્ષ-2020-21માં નિગમને કુલ 2394.18 લાખની આવકનો અંદાજો હતો. પરંતુ કોરોનાને કારણે આવક રૂપિયા 1233.51 લાખ થતા કુલ રૂપિયા 1161 લાખનું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...