રજૂઆત:લોકરક્ષકની પુરુષ ઉમેદવારની બેઠક વધારવા માગ, પુરુષ ઉમેદવારોએ ભરતીમાં અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં લોકરક્ષકની ઓગસ્ટ 2018માં હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં મોટો વિવાદ થયો હતો. આ વિવાદને થાળે પાડવા માટે રાજય સરકાર દ્વારા મહિલા ઉમેદવારો માટે 2485 બેઠક વધારી હતી તેવું ભરતીમાં ભાગ લેનાર પુરુષ ઉમેદવારોનું કહેવું છે. મહિલા ઉમેદવારોની 2485 બેઠક વધારવામાં આવતા તેમનુ મેરીટ નીચું ગયું છે અને પુરુષ ઉમેદવારોને અન્યાય થયો છે. આથી મહિલા ઉમેદવારોની બેઠક વધારી તો પુરુષ ઉમેદવારની બેઠક પણ વધારવા ભરતીમાં ભાગ લેનાર પુરુષ ઉમેદવારોએ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...