• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Lockdown Can Be The Only Way To Break The Corona Chain In Gujarat, The Government Has Started A Serious Review, A Decision Can Be Taken In The Core Committee Meeting

જહાન હૈ તો જાન હૈ!:લૉકડાઉનથી કોરોનાની ચેઈન તૂટી જાય તે વૈજ્ઞાનિક રીતે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથીઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર કમિટીની બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવાઈ શકે છે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કોર કમિટીની બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવાઈ શકે છે ( ફાઈલ ફોટો)
  • ડોક્ટર સંગઠનો અને વેપારીઓ તો કેટલાય દિવસથી લોકડાઉન લાદવા સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે

સોમવારે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં ચોક્કસ દિવસ સુધી લોકડાઉનનો અમલ કરાશે. પરંતુ ગુજરાતમાં લોકડાઉન અંગે કોઇ નિર્ણય હજુ લેવાયો નથી. રાજ્ય સરકાર હાલ ગુજરાતમાં લોકડાઉનના સમર્થનમાં નથી. આ અંગે સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે લોકડાઉન કરવાથી સંક્રમણની ચેઇન તૂટી જ જશે તે કહેવું મુશ્કેલ છે. સંપૂર્ણ લોકડાઉન કરવું તે કોઇ રાજ્ય સો ટકા સ્વીકારતું નથી.

ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતાં પટેલે કહ્યું કે લોકડાઉન કરવાથી ચેઇન તૂટી જાય તેવું ખાતરી પૂર્વક કહી શકાતું નથી. પહેલાં તબક્કામાં ભારતમાં લોકડાઉન થયું હતું અને સંક્રમણ કાબૂમાં આવ્યું હતું, પણ બીજા તબક્કાના વાઇરસમાં ઝડપથી ફેલાય છે. અડધો દિવસ બજાર બંધ રાખો અને બાકીના અડધાં દિવસમાં બજારમાં ભીડ થાય તો ચેઇન કેવી રીતે તૂટે એ પણ સમજી શકાતું નથી. રાજ્ય સરકાર તરફથી જે વિચારણા થતી હશે તેના અંગે જે નિર્ણય લેવાશે તે તે વખતે જાહેર કરાશે. પરંતુ લોકડાઉન અંગે નિષ્ણાંતો તરફથી જુદાજુદા અભિપ્રાય આવે છે પણ સ્પષ્ટ મંતવ્ય મળ્યો નથી. તેમણે કહ્યું કે, અત્યારે મોટા પ્રમાણમાં 20 નગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે, ગામો શહેરો તાલુકા મથક પર વેપારી સંગઠનો, નાગરિકો પોત પોતાની રીતે સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યાં છે. લોકડાઉન ચેન તોડવામાં ઉપયોગી સાબિત થાય પણ લાખો લોકોની રોજગારી પર અસર થાય. રાત્રે લોકો હોટલો કે અન્ય જગ્યાઓએ એકત્રિત થતાં હોય છે અને તેથી સંક્રમણ વધુ ફેલાય છે, તેટલા માટે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સરકારના સૂત્રો કહે છે કે જરૂર પડશે તો રાજ્યવ્યાપી રાત્રિ કર્ફ્યુ જ લદાશે
આ તરફ રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી કક્ષાએ સંક્રમણની સ્થિતિ અને લોકડાઉનની આવશ્યકતા અંગે સમીક્ષા થઇ પરંતુ હાલ લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી. અલબત્ત, જો સંક્રમણ વધશે તો હાલ જ્યાં 20 શહેરો-નગરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તે મુજબ રાજ્યવ્યાપી રાત્રિ કર્ફ્યુ લદાઇ શકે છે. પરંતુ તેમાં રોજગાર-ધંધા પર માઠી અસરો ન થાય તે સુનિશ્ચિત કરાશે. આ હેતુસર માત્ર ચાની કીટલી, પાનના ગલ્લા, ખાણીપીણીની લારીઓ કે અન્ય સ્થળો જ્યાં અનિયંત્રિત રીતે ભીડ થાય છે તેના પર અમુક રીતે પ્રતિબંધ આવશે. રેસ્ટોરન્ટ બંધ રાખવાને બદલે ટેક-અવે ફેસિલિટી ચાલું રહી શકે છે.

કેટલાક રાજ્યોમાં લૉકડાઉન પછી પણ કેસ ઘટ્યા નહીં

  • લોકો ભયભીત છે, બીજા વિકલ્પો દેખાતા ના હોય તો એ પોતાની સમજ મુજબ વાતો કર્યા કરે છે કે, ભાઈ હવે લૉકડાઉન આવશે, સંક્રમણ રોકવા લૉકડાઉન જરૂરી જ છે અથવા તો તાત્કાલિક લૉકડાઉન લગાવવું જોઈએ.ભીડ ના થાય, લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને ઝડપથી વેક્સિન લેશે તો પણ આપણે મહામારીમાંથી ઝડપથી બહાર આવીશું” - વિજય રૂપાણી, CM
  • લૉકડાઉન અંગે જુદા જુદા અભિપ્રાય આવે છે. લૉકડાઉન એ કોરોનાની ચેન તોડવામાં ઉપયોગી પણ થઈ શકે છે પરંતુ સામે લાખો લોકોની રોજગારી ઉપર, ધંધા-રોજગાર ઉપર, વ્યવસાય ઉપર પણ એની અસર થાય છે અને લૉકડાઉન કરવાથી કોરોનાની ચેન તૂટી જ જાય એવું પણ વૈજ્ઞાનિક રીતે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. કેટલાય દેશોમાં, કેટલાંય રાજ્યોમાં સતત લૉકડાઉન કર્યા પછી પણ કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા. સંપૂર્ણ લૉકડાઉન કરવું એ હજુ લગભગ કોઈ રાજ્ય 100 ટકા સ્વીકારતું નથી. કોઈ વૈજ્ઞાનિકો, કોઈ નિષ્ણાતો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય હજુ આપી શકતા નથી.” - નીતિન પટેલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી હતી. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી છે; એ સંજોગોમાં ગુજરાતમાં પણ લોકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ શકે છે, ગુજરાતમાં લોકડાઉન લાદવા ડૉક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે, ત્યારે હવે સરકાર લોકડાઉન અંગે ગંભીર બની એ દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સતત ધમધમતા રિંગ રોડ સહિતના ઓવરબ્રિજ પર વાહનોની પાંખી હાજરી દેખાઈ છે.
સતત ધમધમતા રિંગ રોડ સહિતના ઓવરબ્રિજ પર વાહનોની પાંખી હાજરી દેખાઈ છે.

સુરતમાં સ્વયંભૂ લોકડાઉનની અસર
સુરત શહેરમાં રોજના કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં રોજના 2000થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ વેપારીમંડળો અને એસોસિયેશનો સ્વૈચ્છિક બંધ પાળવા માટે અપીલ કરી રહ્યાં હતાં. એની અસર શનિ-રવિ બાદ સોમવારના દિવસે પણ જોવા મળી રહી છે. સુરત શહેરની સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા એવી સ્થિતિમાં દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર શહેરભરમાં દેખાઈ રહી છે. શહેરમાં લોકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, જેથી લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો સ્વીકાર કર્યો હોય એવું લાગી રહ્યું છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન.
અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બપોરે વેપાર-ધંધા બંધ
અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો આવી રહ્યાં છે ત્યારે હવે લોકડાઉનની માગ લોકોમાં ઊઠી છે. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલાં હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી; હવે આ જ નેતાઓ અને કોર્પોરેટરો સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ પાસે જઈ રજૂઆત કરી બંધ રાખવા અપીલ કરી રહ્યા છે. શહેરના સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે.

વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન સ્વીકાર્યું.
વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન સ્વીકાર્યું.

કોરોનાની ચેન તોડવા માટે બંધને વેપારીઓનું સમર્થન
માણેકચોક ટી મર્ચન્ટ એસોસિયેશન પણ કોરોના સામેની લડાઈ માટે સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને પોતાનાં કામકાજથી અળગું રહ્યું હતું. આ સિવાય રિલીફ રોડથી લઈને કાલુપુર સુધીના રોડ પર આવેલાં ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ પણ આ સ્વૈચ્છિક બંધમાં બે દિવસ માટે જોડાયા હતા. કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. મણિનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ આ બે દિવસના બંધમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...