લોકોએ કંટાળીને બેનર લગાવ્યું:ગાંધીનગરની ‘સોસાયટીમાં ખાડા ખોદતાં પહેલાં મંજૂરી લેવી’, સે-30માં સ્થાનિકોએ પોસ્ટર લગાવ્યાં

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકોએ ખાડાઓથી પરેશાન બની બોર્ડ લગાવી દીધા હતા. - Divya Bhaskar
સ્થાનિકોએ ખાડાઓથી પરેશાન બની બોર્ડ લગાવી દીધા હતા.
  • અઠવાડિયાથી ખોદેલા ખાડાથી કંટાળીને બેનર લગાવતાં ચર્ચાનું કેન્દ્ર બન્યું

‘સોસાયટીમાં ખાડા ખોદતાં પહેલાં મંજૂરી લેવી, પૂછીને ખાડો ખોદવો’ આ પ્રકારના લખાણ સાથેનું પોસ્ટર સેક્ટર-30 ગોલ્ડન પાર્ક સોસાયટી ખાતે લાગ્યું છે. જેમાં કોર્પોરેશન અને વોર્ડ નંબર-5ના કોર્પોરેટર નામ સાથે ધમકી લખાઈ છે. આ અંગે સ્થાનિક રહીશ જૈમિન શુક્લએ વિડિયો બનાવીને કહ્યું હતું કે, ‘ અહીં ટોરેન્ટ પાવરવાળાએ વીજ પોલના વાયર બદલવા માટે ખાડો ખોદ્યો છે.

સાત દિવસથી ઘરની બહાર ખાડો ખોદીને જતાં રહ્યાં છે. કોઈ કામગીરી કરી નથી કે વાયરો નાખ્યા પણ નથી. અમારા વાહનો ઘરની અંદર આવી શકતા નથી, ઘરની બહાર રહેવાથી ચોરીનો ભય રહે છે. વૃદ્ધોને ઘરની બહાર આવવા જવા સમયે ભારે મુશ્કેલી પડે છે. જેમાં ખાડામાં પડી જાય તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે.

કોર્પોરેટર કિંજલ પટેલને ફરિયાદ કરી હતી, જેનો કોઈ જવાબ આવ્યો નથી હવે અમે કંટાળ્યા છીએ.’ સમગ્ર મુદ્દે સોસાયટીની બહાર લાગેલું બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. સાત દિવસથી સ્થાનિકોની સમસ્યા સામે કોઈએ ધ્યાન ન દેવાતા આ પ્રકારે પોસ્ટર મારીને તંત્રની ઉંઘ ઉડાવવાનો પ્રયત્ન કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...