તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગરોનું આવી બન્યું:ગાંધીનગરનાં 600થી વધુ બુટલેગરો પર લોકલ ક્રાઇમ બ્રાંચની બાજ નજર, પાસા-તડીપારનું બ્રહ્માસ્ત્ર છોડવામાં આવશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરો પૈકી 40 ટકા મહિલા બુટલેગરો છે
  • સૌથી વધુ લિસ્ટેડ મહિલા બુટલેગર ફતેપુરા અને આદિવાડા ગામમાં સક્રિય
  • જિલ્લામાં 606 લિસ્ટેડ બુટલેગર પર ક્રાઇમ બ્રાંચની બાજ નજર

સામાન્ય રીતે દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર બુટલેગર જ્યારે પણ પકડાય ત્યારથી જ તેનો એક ડેટા રાખવાની શરૂઆત થઈ જતી હોય છે. જેમાંથી રીઢા બુટલેગરોનો એક અલગ ડેટા તૈયાર કરવામાં આવતો હોય છે. દેશી વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલેગર વિરુદ્ધ નોંધાયેલા ગુનાનાં આધારે તેમને લિસ્ટેડ બુટલેગરોની કેટેગરીમાં મૂકી દેવામાં આવતા હોય છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ મથક હદ વિસ્તારમાં સક્રિય રીતે દારૂનો વેપલો કરનાર 606 બુટલેગરોને લિસ્ટેડ બુટલેગરની કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યા છે. આ બુટલેગરો પર ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા બાજ નજર રાખી તેમની વર્તમાન પ્રવૃતિઓ વિશેની માહિતી રાખવામાં આવતી હોય છે.

રીઢા બુટલેગરોનું લિસ્ટ વિવિધ એજન્સીને મોકલી દેવામાં આવે છે
જિલ્લામાં કાર્યરત લિસ્ટેડ બુટલેગરોની યાદી સ્થાનિક પોલીસ મથક, રેન્જ આઈજી, જિલ્લાની પોલીસ વડા કચેરીઓ, સીઆઈડી ક્રાઇમ તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલમાં મોકલી આપવામાં આવતી હોય છે. જેનાં પગલે ઉક્ત એજન્સીઓ પણ લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ છાશવારે કાર્યવાહી કરતી હોય છે.

લિસ્ટેડ બુટલેગરો પર સરપ્રાઈઝ રેડ કરવામાં આવે છે
જિલ્લામાં સક્રિય રીતે દારૂનો ધંધો કરનાર લિસ્ટેડ બુટલેગરો પર બાતમીદારોની સતત નજર રહેતી હોય છે. જેમનાં પર સમયાંતરે રેડ કરીને તેમના વેપાર ધંધા ની વિગતો એકઠી કરવામાં આવતી હોય છે. ઉપરાંત પ્રોહિબીશન ડ્રાઇવ દરમિયાન લિસ્ટેડ બુટલેગર ઉપર તવાઈ બોલાવી દેવામાં આવતી હોય છે. જેમાં તેમના ઘર તેમજ દારૂના ધંધાના સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. આ રેડમાં લિસ્ટેડ બુટલેગર ધંધો કરતા મળી આવે તો વધુ કડકાઈથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

રીઢા બુટલેગરો સતત કાયદાનું ચિર હરણ કરે છે
ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ લિસ્ટેડ બુટલેગરો પર અવારનવાર ઘોષ બોલાવતિ હોવા છતાં આવા બુટલેગરો માંથી ઘણા ગેરકાયદેસર રીતે પ્રવૃતિઓ ચાલુ જ રાખતા હોય છે. જેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કર્યા બાદ ભવિષ્યમાં દારૂનો વેપલો નહીં કરવાની કડક સૂચનાઓ આપવામાં આવતી હોવા છત્તાં તેઓ ધંધો કરી કાયદાનું ચિર હરણ કરતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરોને નસિયત કરવા તેમજ અન્ય ગુનેગારોમાં પણ દાખલો બેસાડવાનાં ભાગરૂપે પાસા તેમજ તડીપારનું બ્રહ્માસ્ત્ર છોડવામાં આવતું હોય છે. જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવતા જ આવા ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાય છે કે જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવતાં હોય છે.

ગાંધીનગરમાં 40 ટકા લિસ્ટેડ મહિલા બુટલેગરો છે
ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનનો ધંધો કરનાર 606 બૂટલેગરોને લિસ્ટેડ બુટલેગરની કેટેગરીમાં મૂકીને સતત વોચ તેમજ રેડ પાડવામાં આવતી હોય છે. ત્યારે 40 ટકા મહિલા બુટલેગરો પણ લિસ્ટેડ બુટલેગરોની યાદીમાં સામેલ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા બુટલેગરો દ્વારા દેશી દારુનો નાના મોટા પાયે ધંધો કરવામાં આવતો હોય છે. ઘરના પુરુષ કોઈ કામ ધંધો કરતા ન હોય તેમજ આર્થિક સ્થિતિ નબળી રહેતી હોય તેવી મહિલાઓએ કમાણીનો આસન રસ્તો શોધી કાઢ્યો છે. ત્યારે અમુક મહિલાઓ એ વડીલો પાર્જિત ધંધાને અપનાવી લેવામાં આવ્યો છે.

ગાંધીનગરનાં ફતેપુરા તેમજ આદીવાડામાં સૌથી વધુ મહિલા બુટલેગરો સક્રિય
ગાંધીનગર જિલ્લામાં 606 બુટલેગરો પૈકી 40% મહિલા બુટલેગરોનો પણ આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દારૂના વેપલામાં પુરુષો સાથે મહિલાઓ પણ સક્રિય રીતે દારૂનો ધંધો કરવા લાગી છે. સૂત્રોનું કહેવું છે કે લિસ્ટેડ બુટલેગર ઓપન સૌથી વધુ મહિલા બુટલેગરો ગાંધીનગરના ફતેહપુરા તેમજ આદીવાડા ગામમાં દારૂનો ધંધો કરતી કરે છે. વિદેશી દારૂના ધંધાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહિલાઓ દેશી દારૂનો વેપલો ચલાવતી હોય છે.

પોલીસ દ્વારા મહિલા બુટલેગરોનાં ઉત્થાન માટે કામગીરી પણ કરાય છે
દારૂના ધંધામાં સંડોવાયેલી મહિલા બુટલેગરોનાં જીવનમાં સુધારો થાય અને તેઓ સમાજમાં ગર્વથી જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. આવી મહિલાઓ પોતાના પગ ભેર ઉભી થાય તે માટે તેમને ગૃહ ઉદ્યોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી હોય છે. જેનાં થકી ઘણી મહિલા બુટલેગરો એ દારુનાં ધંધાને તિલાંજલિ આપી પણ દેવામાં આવી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...