તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુરતિયાઓ માટે મંથન:આજથી પાલિકા અને પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરાશે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ, 10મીએ એક સાથે તમામ ઉમેદવારો જાહેર કરશે

ગાંધીનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના ઉમેદવારો 10મી એ જાહેર થશે - Divya Bhaskar
ભાજપના ઉમેદવારો 10મી એ જાહેર થશે
 • આજથી 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાશે
 • 12મી ફેબ્રુઆરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ભાજપ 12 તારીખ સુધીમાં પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારો નક્કી કરશે

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ હવે પ્રચાર શરૂ કરી દીધો છે. તેની સાથે આજથી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે પણ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. તેની સાથે ભાજપે આ ચૂંટણી માટે મુરતીયા પસંદ કરવાનું મંથન પણ શરૂ કરી દીધું છે. આજથી મુખ્યમંત્રી નિવાસે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરુ થઈ ગઈ છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે ભાજપ 10મીએ તમામ ઉમેદવારોની એક સાથે જાહેરાત કરશે. બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે.

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો અંગેનો નિર્ણય લેવાશે
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો અંગેનો નિર્ણય લેવાશે

28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાશે
21 તારીખે રાજ્યની છ મહાનગર પાલિકાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થશે અને તેની મત ગણતરી 23મી ફેબ્રુઆરીએ યોજાશે. ત્યાર બાદ 28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. જેની મતગણતરી 2જી માર્ચના રોજ યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12મી ફેબ્રુઆરી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે મેરેથોન બેઠકો શરૂ કરી દીધી છે. એક બાજુ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટિકીટનો વિવાદ બંને તરફ જાગ્યો છે. ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બંને પક્ષ માટે આકરી બની રહે તેમ છે.

પ્રદેશ પ્રમુખ પાટીલ અને સીએમ રૂપાણીની હાજરીમાં ઉમેદવારો નક્કી થશે
પ્રદેશ પ્રમુખ પાટીલ અને સીએમ રૂપાણીની હાજરીમાં ઉમેદવારો નક્કી થશે

આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક યોજાશે
મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના પાર્લામેન્ટરી બોર્ડના 13 સભ્યો હાજર રહેશે. સતત ચાર દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ભાજપ આ ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કરશે. પાલિકા અને પંચાયતના કુલ 6433 ઉમેદવારો માટે ભાજપ દ્વારા આજથી મંથન શરૂ કરવામાં આવ્યું છે.છ મહાનગર પાલિકા માટે ભાજપની 1થી3 ફેબ્રુઆરી સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મળી હતી. જેમાં મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપમાં ટિકીટ કપાતા અનેક કાર્યકરોએ દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો.

શહેરોમાં ભાજપને ફાયદો પણ ગામડાઓમાં શું થશે એની ભાજપને ચિંતા
શહેરોમાં ભાજપને ફાયદો પણ ગામડાઓમાં શું થશે એની ભાજપને ચિંતા

2015માં ગામડાના મતદારોએ ભાજપને જાકારો આપ્યો હતો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામ જોઈએ તો તે સમયે નરેન્દ્ર મોદીનો કરિશ્મા હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના શાસનમાં નબળા પરિણામ સામે આવ્યા હતા.ખાસ કરીને ગામડાના મતદારોએ ભાજપને જાકારો આપ્યો હતો. 2015ની સ્થાનિક ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી ઉંચી આવી હતી, જ્યારે શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ બહેતર રહ્યો હતો. ભાજપ માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો ખતરાની ઘંટી છે, જ્યારે કોંગ્રેસ માટે શહેરના મતદારોને રિઝવવા એ થોડું કઠીન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો