મતદાન પ્રસારણ:ગાંધીનગર જિલ્લાના 675 મતદાન મથકો ઉપર લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મતદાન મથકોનું પ્રસારણ કંટ્રોલ રૂમ સહિત 4 સ્થળોએ લાઇવ જોવા મળશે

જિલ્લાના 675 મતદાન મથકો ઉપરથી લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જેના માટે કેટલા કેમરાનો ઉપયોગ થાય અને સહિતની માહિતી રાજ્ય ચુંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે મતદાન મથકોનું લાઇવ પ્રસારણ રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીના કંટ્રોલ રૂમમાં, જિલ્લાના કંટ્રોલ રૂમમાં, જિલ્લા ચુંટણી અધિકારીની ઓફિસમાં, દરેક બેઠકના આર.ઓ. ઓફિસમાં પ્રસારણ કરાશે. રાજ્યના ચુંટણી પંચ દ્વારા વિધાનસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક્તાથી પૂર્ણ થાય તેના માટે તમામ પ્રકારની કામગીરી કરી દેવામાં આવી છે.

ઉપરાંત તમામ જિલ્લાઓને વિધાનસભાની ચુંટણીને લઇને જરૂરી કામગીરી અંગેની સુચનાઓ આપી દેવામાં આવી છે. જોકે ચાલુ વખતે વિધાનસભાની ચુંટણીમાં ત્રણ મોટા રાજકીય પક્ષો સહિત અનેક રાજકીય પક્ષો મેદાનમાં છે. આથી ચુંટણીની કામગીરીને લઇને કોઇ જ પ્રકારનો વિવાદ ઉભો થાય નહી તે માટે રાજ્યના ચુંટણીપંચ દ્વારા પ્રથમ વખત રાજ્યભરના 50 ટકા મતદાન મથકોમાંથી વેબકાસ્ટીંગનું આયોજન કરવામાં આવનાર છે. જેના માટે રાજ્યના ચુંટણી પંચ દ્વારા દરેક જિલ્લામાંથી માહિતી એકત્રિત કરીને આગામી સમયમાં કેમેરા ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

જિલ્લાની પાંચ વિધાનસભાની સીટોના મતદાન માટે કુલ-1350 મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. તેમાંથી 50 ટકા લેખે એટલે કે 675 મતદાન મથકોમાં કેમેરા ફીટ કરીને વેબકાસ્ટીંગ કરાશે. જેના માટે દરેક બેઠક દીઠ 135 જેટલા મતદાન મથકોમાં કેમેરા ફીટ કરવાની કામગીરી શરૂ કરાશે તેમ જિલ્લા ચુંટણી પંચે જણાવ્યું છે. મતદાન મથકોનું વેબકાસ્ટીંગ માટે ઉપયોગમાં લેવામાં આવનાર કેમેરા હાઇફ્રિક્વન્સીવાળા નાઇટ વિઝનના રાખવામાં આવશે.

ઉપરાંત કેમેરાનું રેકોર્ડીંગ ડીવીઆરની સાથે સાથે તમામ ચારેય જગ્યાએ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવનાર છે.મતદાન મથકોમાંથી વેબકાસ્ટીંગનું આયોજન ચુંટણી પંચ દ્વારા કરાયું છે. આથી મતદાન મથકની બહાર તેમજ મતદાન બુથમાં પણ કેમેરા ફીટ કરવાનું આયોજન કરાશે. ઉપરાંત મતદાનની ગુપ્તતા જળવાય તે રીતે મતદાન મથકોમાં કેેમેરા ફીટ કરાશે.જિલ્લાના 50 ટકા મતદાન મથકોમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોને સામેલ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...