તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:રાજ્યમાં હોળીના પર્વની ઉજવણી, મોટાભાગની સોસાયટીઓમાં લોકોએ વૈદિક હોળી પ્રગટાવી, કેટલાક શહેરોમાં ઉજવણી દરમિયાન સોશિયલ ડીસ્ટંસનો ભંગ થયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ગાંધીનગરના પાલજમાં વૈદિક રીતે હોળી પ્રગટાવવામા આવી
  • પાલજ ગામમાં હોળીના તહેવાર સાથે જોડાયેલી છે અનેક માન્યતાઓ

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવેછે. ત્યારે ગાંધીનગરના પાલજ ગામે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઊજવણી કરી હતી. આ વર્ષે કોરોના કાળના પગલે વૈદિક રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. પાલજ ગામની હોળી ની વિશેષતા એ છેકે આ હોળીની જવાળાઓ ના આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. ગામમાં યોજાતી હોળીની તૈયારીઓ દસ દીવસ પહેલાથી કરવામાં આવે છે.જેમાં ગામના યુવાનો વગડાઓ માંથી લાકડાં લાવી આશરે 25 ફુટ ઊંચો લાકડાઓ નો ઢગલો એક જગ્યાએ કરતા હોય છે.

ગામમાં યોજાતી હોળીની તૈયારીઓ દસ દીવસ પહેલાથી કરવામાં આવે છે
ગામમાં યોજાતી હોળીની તૈયારીઓ દસ દીવસ પહેલાથી કરવામાં આવે છે

વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવામા આવે છે
પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. નવાઇની વાત એ છે કે ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે. હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે.

આજના દિવસે ઘરે ઘરે લાડવા બનાવી ઉજાણી કરવામા આવે છે
ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.

ગામમાં હોળી પ્રગટે તેની જ્વાળાઓ છેક સો ફૂટ ઊંચે જતી હોય છે અને પૌરાણિક માન્યતા અનુસાર હોળીનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમારી આવતી નથી. હોળીના દિવસે ગામમાં મેળો પણ ભરાય છે. જેમાં પાલજ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

જામનગરમાં પૌરાણિક કથા અનુસાર હોલિકાનું દહન કરાયું
જામનગરમાં પૌરાણિક કથા અનુસાર હોલિકાનું દહન કરાયું

જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી ઉજવાતા હોળિકા મહોત્સવની આ વર્ષે પણ ઉજવણી કરવામા આવી..સામાન્ય રીતે ધામધૂમપૂર્વક થતી ઉજવણીના સ્થાને આ વર્ષે કોરોના મહામારીના પગલે સાદગીપૂર્વક ઉજવણી કરવામા આવી હતી.

પૌરાણિક કથા અનુસાર ઉજવણી
ભોઈ સમાજ દ્વારા છેલ્લા 65 વર્ષથી શાકમાર્કેટ વિસ્તારમાં હોળિકા, ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની પૌરાણિક કથા અનુસાર હોળિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે. અહીં એક વિશાળ કદનું હોળિકાનું પૂતળું તૈયાર કરવામા આવે છે. સાંજના સમયે શહેરના આગેવાનોની હાજરીમાં પૌરાણિક કથા અનુસાર હોળિકાનું દહન કરવામા આવ્યું હતું.. આ સમયે મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા હતા.

હોલિકા દહન સમયે લોકોની ભીડ થતા સોશિયલ ડીસ્ટંસનો ભંગ થયો
હોલિકા દહન સમયે લોકોની ભીડ થતા સોશિયલ ડીસ્ટંસનો ભંગ થયો

જામનગર શહેરમાં વધતા કોરોનાના કેસ અને સરકારની ગાઈડલાઈન્સ વચ્ચે પણ હોળિકા દહન સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા સોશિયલ ડીસ્ટંસનો અભાવ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો