તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં રસીકરણની તૈયારી:47 વેક્સિન સ્ટોર, 2189 કોલ્ડ ચેઈન પોઈન્ટ અને 3.96 લાખ હેલ્થ વર્કરની યાદી તૈયાર

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોનાની વેક્સિન થોડા સપ્તાહમાં તૈયાર થઇ જવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ રાજ્યમાં વેક્સિનેશન માટેનું માળખું તૈયાર કરી દીધું છે. સમગ્ર વહીવટીતંત્રને વેક્સિનેશન માટે સજ્જ બનાવાયું છે. કોરોનાની રસીના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 અને જિલ્લા,કોર્પોરેશન કક્ષાએ 41 મળી કુલ 47 સ્ટોર તૈયાર કરાયા છે. રસીને રાજ્યના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે 2,189 કોલ્ડ ચેઇન પોઇન્ટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. આ તમામ સ્ટોર પરની સુવિધા અને સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટિયરીંગ કમિટીની બેઠકમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત સરકારે વેક્સિનેશન માટેની તૈયારીઓ કરી છે. પ્રથમ તબક્કે હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવાની હોવાથી તેમનો ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1.25 લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થ વર્કર્સની માહિતી તૈયાર રખાઇ છે. બીજા તબક્કામાં પોલીસ, સફાઇ કર્મીઓ, રેવન્યુ કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવનાર છે. જેથી તેમની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો