જથ્થો જપ્ત:8 દિવસમાં 8 કરોડનો દારૂ, 2 કરોડનું ડ્રગ્સ, 1.87 કરોડનું સોનું જપ્ત કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુન્દ્રામાં 64 કરોડનાં ચાઇનીઝ રમકડાંનો જથ્થો પણ જપ્ત કરાયો

રાજ્યમાં ચૂંટણી જાહેર થયા બાદના આઠ જ દિવસમાં કુલ 71.88 કરોડની કિંમતની વિવિધ ચીજવસ્તુઓની જપ્તી પોલીસ અને ચૂંટણી પંચની ટીમે કરી છે, જે વર્ષ 2017માં આચારસંહિતાના કુલ દિવસો દરમિયાન કરાયેલી કુલ 27.21 કરોડની જપ્તી કરતા અનેકગણી વધારે છે. 8 દિવસમાં કુલ 7.98 કરોડનો દારૂ, 1.95 કરોડનું ડ્રગ્સ, 1.14 કરોડ રોકડા, 1.87 કરોડનું સોનંુ જપ્ત કરાયું છે.

ઉપરાંત મુન્દ્રા પોર્ટ ખાતેથી ચાઇનીઝ રમકડાંનો 64 કરોડનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને તેમાં રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે. ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચની સૂચનાથી પોલીસે રાજ્યમાં 140 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ, 1638 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 586 ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત કરી છે. ચૂંટણી પંચના નોડેલ પોલીસ ઓફિસર નરસિમ્હા કોમરે કહ્યું કે, સીઆરપીસીના 78,386 કેસ, પ્રોહિબિશનના 14,215 કેસ, પાસાના 470 કેસ સહિત કુલ 94,121 લોકો સામે અટકાયતી પગલાં લેવાયાં છે. જ્યારે 26 ગેરકાયદે હથિયાર, 49 ગેરકાયદે દારૂગોળા જપ્ત કરાયાં છે.

મતદારો કોઈ પણ માહિતી માટે પંચ સાથે ચેટ કરી શકશે
​​​​​​​
​​​​​​​ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી કહ્યું કે આ વખતે ગુજરાતમાં પ્રથમવાર ચેટબોટ તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચના વોટ્સએપ નંબર 6357147746 પર કોલ કરી કોઈ પણ વ્યક્તિ ઓટોમેટેડ ચેટથી જરૂરી માહિતી મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...