કાર્યવાહી:ખાત્રજ રોડ પર કારમાંથી 30 હજારનો દારૂ પકડાયો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 5.34 લાખનો મુદ્દામાલ પકડ્યો

શેરીસા ખાત્રજ રોડ ઉપરથી પસાર થઇ રહેલી ઇકો કારમાંથી વિદેશી દારૂ પકડાયો હતો. પોલીસે કારમાંથી 30 હજારનો વિદેશી દારૂ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઇ એચ.પી. પરમારની ટીમ રાત્રિ દરમિયાના સાંતેજ પોલીસ મથક વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સજ્જાદહુસૈનને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને તે કાર શેરીસા તરફથી ખાત્રજ તરફ જવાની છે.

જેને લઇ પોલીસની ટીમ દ્વારા રોડ ઉપર આડશ કરવામાં આવી હતી અને કાર આવતા તેને રોકવામાં આવી હતી. જેમાં કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 72 બોટલ કિંમત 29220 મળી આવી હતી. જ્યારે કાર ચાલક અનિલ પરમેશ ઠાકોર (રહે, મહાદેવવાળો વાસ, મોટી ભોંયણ, કલોલ)ને ઝડપી લીધો હતો અને દારૂ ભરી આપનાર સંજય ઠાકોર ( રહે, કરણનગર, મહેસાણા) સામે ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે દારૂ અને કાર સહિત 5,34,220નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...