તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદાનું ચીરહરણ:દારૂબંધીના કાયદા ઘડતી વિધાનસભાની પાછળ જ દારૂની બોટલો મળી આવી, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિધાનસભની પાછળથી દારૂનો જથ્થો મળ્યો - Divya Bhaskar
વિધાનસભની પાછળથી દારૂનો જથ્થો મળ્યો
  • ગાંધીનગર ચમકાવવું છે' ગૃપના સભ્યોને સ્વચ્છતા અભિયાન દરમિયાન વિદેશી દારૂની ખાલી બોટલો મળી
  • મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા દારૂ બંધીની પોલ ખુલી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનો અમલ થતો હોવાની સૂફીયાણી વાતો વચ્ચે 'ગાંધીનગર ચમકાવવું છે' ગૃપના સભ્યો સાથે પૂર્વ રેન્જ આઈજી હસમુખ પટેલ દ્વારા ગાંધીનગરના વિધાનસભા પાછળ વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરી દરમિયાન વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવતા દારૂ બંધીની પોલ ખુલી ગઇ છે.

ગાંધીનગરના વિધાનસભા પાછળ વિદેશી દારૂની ખાલી બોટલો મળી
ગાંધીનગરના વિધાનસભા પાછળ વિદેશી દારૂની ખાલી બોટલો મળી

'ગાંધીનગર ચમકાવવું છે' ગૃપ દ્વારા તાજેતરમાં કરાયેલી કામગીરી સંદર્ભે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકેલા દારૂની બોટલોનાં જથ્થા સાથેનાં ફોટો વાયરલ થતાં હાલમાં તો રાજ્ય સરકારનાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ થતું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાની અમલવારી માટે જ્યાંથી આદેશો છોડવામાં આવે છે, તેવા રાજ્યના પાટનગર ગાંધીનગર વિધાનસભા પાછળનાં વિસ્તારની ઝાડીઓમાંથી દારૂની જુદી-જુદી બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મોટી માત્રામાં દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતા દારૂ બંધીની પોલ ખુલી
મોટી માત્રામાં દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતા દારૂ બંધીની પોલ ખુલી

વિધાનસભાની પાછળથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો
'ગાંધીનગર ચમકાવવું છે' ગૃપ દ્વારા ગાંધીનગર શહેરમાં અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતી હોય છે. ઉપરાંત ગાંધીનગરના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે આ ગૃપના સભ્યો હંમેશા તત્પર રહેતા હોય છે. પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે કોઈપણ સરઘસ કે આંદોલનનો સહારો લીધા વિના આ ગ્રુપ સોશિયલ મીડિયાના મારફતે સક્રિય છે. ત્યારે ગાંધીનગર ચમકાવવું છે(GCC)ગૃપ દ્વારા "હમ ભારત હે"ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સચિવાલય પાછળ આવેલા છ રોડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિધાનસભાની પાછળ આવેલી ઝાડીઓમાં સ્વચ્છતા કામગીરી દરમિયાન ગૃપના સભ્યોને મોટા પ્રમાણમાં દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે આ અભિયાનમાં પૂર્વ રેન્જ આઈ.જી હસમુખ પટેલ પણ હાજર હોવાનું અંતરંગ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગાંધીનાગરમાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ થતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે
ગાંધીનાગરમાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ થતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે

પાટનગરમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા
બીજી તરફ ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીના ફોટા પોતાના ઓફિશીયલ સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર મુકવામાં આવ્યા છે. જે ફોટા વાયરલ થતાં ગુજરાતની દારૂબંધીના લીરેલીરા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઉડતા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ત્યારે આઇપીએસ અધિકારી હસમુખ પટેલે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, આવતીકાલે સવારે 8:30 વાગે પુનિત વનના દરવાજા પાસે મળી ગાંધીનગરમાં આ અભિયાનની શરૂઆત કરીશું ઉપરાંત આઇપીએસ હસમુખ પટેલે સ્વચ્છતા અભિયાનનો એક્શન પ્લાન પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકીને જરૂરી સૂચન કરાયું છે. જોકે, હાલમાં તો વિધાનસભાની પાછળથી મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીર હરણ થતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...