કાર્યવાહી:ખાનગી બસમાં અજમેરથી કેમિકલ કહી મૂકેલા પાર્સલમાંથી દારૂ મળ્યો

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ટેટ્રા પેકના 408 નંગ પકડી મોકલાવનાર અને મંગાવનાર સામે ફરિયાદ નોંધી

ચિલોડા હિંમતનગર હાઇવે દારૂની હેરાફેરી માટે ખ્યાતનામ બની ગયો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે મોટા બુટલેગરો દ્વારા અલગ અલગ રીતે દારૂને દાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચિલોડા પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાં દારૂના ટેટ્રા પેકને પાર્સલમાં અમદાવાદમાં લાવવામાં આવતા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે દારૂના જથ્થાને ઝડપી લીધો હતો.મળતી માહિતી મુજબ ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ આવતા તેને રોકવામાં આવી હતી અને કરતાં પ ડેકીમાં પતરાના 7 પીપ મુકવામાં આવ્યા હતા.

જેમાંથી વિદેશી દારુના ટેટ્રા પેક મળી આવ્યા હતા. પોલીસે ડેકીમાંથી 408 નંગ વિદેશી દારૂના ટેટ્રા પેક કિંમત 34272 મળી આવ્યા હતા. બસના ચાલકની પૂછપરછ કરવામા આવતા જણાવ્યુ હતુ કે, દારૂને દર્શન ટ્રાવેલ્સની ઓફિસથી લીક્વીડ પેઇન્ટ કહીને રાજસમંદ રોડ ઉપરથી બસમાં મુકવામાં આવ્યા હતા અને દારૂના જથ્થાને અમદાવાદમાં રહેતા બુટલેગર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે દારૂ મોકલનારા અને મંગાવનારા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શેરથાથી જુહાપુરા લઇ જવાતો દારૂ પકડાયો
શેરથા પાસે પોલીસે અમદાવાદ લઇ જવાતો દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસ. 827 વિદેશી દારૂની બોટલ પકડી હતી અને બે લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીને બાતમી મળી હતી કે, એક ઝાયલો કારમાં દારૂનો મોટો જથ્થો ભરવામાં આવ્યો છે અને તે કાર અમદાવાદ તરફ જઇ રહી છે. જેને લઇ પોલીસ શેરથા પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી અને બાતમી મુજબની કાર આવતા તેને શેરથા પાસે રોકવામાં આવી હતી. પોલીસે કારને રોકી તેની તપાસ કરતા વચ્ચેની ડકેી ખોલી તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂની 827 બોટલ કિંમત 1,42,192 જપ્ત કરી હતી. જ્યારે પોલીસે દારૂ, કાર અને મોબાઇલ સહિત 4,45,192નો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરી હતી. પોલીસે કાર ચાલક અહેમદહુસેન નજમલહુસેન કુરેશી (રહે, શાહપુર, અમદાવાદ)ને પૂછપરછ કરતા કહ્યુ હતુ કે, દારુનો જથ્થો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મુન્નાવર ઠુઠ્ઠા દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે ચાલકની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...