‘ગાંધી’નગરમાં દારૂનું દૂષણ:‘ગાંધી’ના ‘નગર’માં જાહેરમાં ફેંકાયેલી દારૂની બોટલો મળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર 30/21 બસ સ્ટેન્ડ પાસે બોટલોનો નિકાલ

ગાંધીના ગુજરાતમા દારૂ બંધીને દૂર કરવામા નહિ આવે. પરંતુ છાને ખૂણે મોટા પ્રમાણમા દારૂ પીવામા આવી રહ્યો છે. શહેરના સેક્ટર 30/21 પાસે ખૂલ્લેઆમ બ્રાન્ડેડ દારૂની બોટલોનો નિકાલ કરવામા આવ્યો છે. ગાંધીના નામે બનેલા નગરમા દારુની મહેફિલો થતી હોય છે. પરંતુ ખુલ્લેઆમ દારૂની બોટલો મળવી પોલીસ મથકના પીઆઇની નબળી કામગીરી છતી કરે છે. આ બોટલો જોઇને અહિંથી પસારથતા લોકો પણ દારૂબંધીની ઠેકડી ઉડાડતા જોવા મળી રહ્યા છે. સરગાસણ વિસ્તારમા દારૂની મહેફિલ માણતા મેડિકલના વિદ્યાર્થીઓ પકડાયા હતા.

જાગૃત સોસાયટીના નાગરિકોએ મહેફિલને ખુલ્લી પાડી હતી. ત્યારે શહેરના સેક્ટર 30/21 પાસે જાહેરમા દારૂની બોટલોનો નિકાલ કરવામા આવ્યો હતો. અહિંયાથી પસારથતા નાગરિકો દ્વારા દારૂની બોટલોને લઇને રોષ વ્યક્ત કરવામા આવ્યો હતો. પરંતુ આ પ્રકારના દ્રશ્યો જોવા ના મળે તેવી પણ માંગ કરતા હતા. એક જાગૃત નાગરિકે નામ નહિ આપવાની શરતે કહ્યુ હતુ કે,સેક્ટરમા યુનિવર્સિટીઓ આવેલી હોવાથી ક્યારેક ઝગડા પણ જોવા મળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...