દારૂ ઝડપાયો:ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટથી રિક્ષામાંથી દારૂની બોટલો ઝડપાઈ, રૂ. 1.08 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેના નાકા પોઈન્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની 24 બોટલો સાથે બે ઈસમોની ધરપકડ કરી કુલ રૂ. 1 લાખ 8 હજારનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ સામે હિમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર ચીલોડા પોલીસનાં માણસો નિત્યક્રમ મુજબ વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન હિંમતનગર તરફથી એક સીએનજી રીક્ષા આવતા તેને રોકીને ચેક કરવામાં આવી હતી. જેમાં બે રીક્ષા ચાલક સહિત બે ઈસમો સવાર હતા.

ત્યારે પોલીસને રીક્ષાની પાછળની સીટ નીચેથી વિદેશી દારૂની 24 બોટલો મળી આવી હતી. જે અંગે બંને ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ દિપકકુમાર રાજવીર દિવાકર (રહે. મહાકાલી મંદીર પાસે બાલાજી કીરાણા સ્ટોર્સ સામે ચંદનગર લીમડા બસ સ્ટેન્ડ પાસે મેઘાણીનગર) અને ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઇ પરમાર (રહે.પ્લોટ નં.103 ખોડીયારનગર-3 વૈશાલી સ્કુલ સામે નોબલનગર) હોવાનું જણાવ્યું હતું. જોકે દારૂની બોટલો અંગે તેઓ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે બંનેની ધરપકડ કરી કુલ રૂ. 1 લાખ 8 હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...